Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર : સારોદ સામોજ નહાર ગામના દેવીપુજકોના સ્મશાનનો પ્રશ્ન હલ નહીં થતાં મામલતદાર કચેરી ખાતે ધરણાં પર બેઠા.

Share

જંબુસર તાલુકાના સારોદ સામોજ નહાર ગામનાં દેવીપૂજક સમાજના લોકોનું એક જ સ્મશાન સારોદ દરિયા કિનારે આવેલ છે જ્યાં ચોમાસા દરમિયાન દરિયાનું પાણી ભરાઇ રહેતું હોય સ્મશાન ખાતે જઈ શકાતું નથી જેને માટે રસ્તો બનાવવા વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાંય કોઇ નિવારણ નહીં આવતા આજરોજ જંબુસર મામલતદાર કચેરી ખાતે ત્રણ ગામના દેવીપૂજક સમાજના આગેવાનો એકત્ર થઇ સ્મશાન રોડની માંગણી સાથે અચોક્કસ મુદત માટે ધરણા પર બેઠા હતા. દેવીપૂજક સમાજના લોકો મામલતદાર કચેરી ખાતે ધરણા પર બેઠા હોય જેની જાણ જંબુસર મતવિસ્તાર ધારાસભ્ય સંજયભાઈ સોલંકીને થતા તેઓ તાત્કાલિક મામલતદાર કચેરી ખાતે આવી પહોંચી દેવીપૂજક સમાજના સ્મશાન પ્રશ્ન અંગે મધ્યસ્થી બની સમાધાનની ભૂમિકા ભજવી અગ્રણીઓ સાથે ચર્ચા કરી સ્મશાનના રોડની વર્ષો જૂની માંગણી રસ્તો પાકો બનાવવા તથા વિસામાની વ્યવસ્થા કરી આપવા ખાત્રી આપી હતી અને અગ્રણીઓને પારણા કરાવ્યા હતા. ધરણા કાર્યક્રમમાં સમાધાનની ભૂમિકામાં પ્રભુદાસ મકવાણા જિલ્લા પંચાયત સદસ્ય ઉદેસિંગ ભાઇ તથા મામલતદાર જંબુસર હાજર રહ્યા હતાં.

Advertisement

Share

Related posts

સુરત: વર્તમાન સમયમાં પ્રદૂષણ અને રોડ સેફ્ટી ખૂબ મોટી સમસ્યા બની ગઈ છે. ત્યારે ઓરિસ્સાનાં એક વયોવૃધ્ધ આ બંને વિષયો અંગે યુવાનોમાં જાગૃતિ આવે તેવા આશયથી સાયકલ યાત્રા યોજી રહ્યા છે.

ProudOfGujarat

અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ : ગડખોલ અને પીરામણ ગામ ખાતે લાખોની ચોરી…

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ ખાતે તસ્કરોનો તરખાટ-એક સાથે ૮ દુકાનને તસ્કરોએ નિશાન બનાવતા ખળભળાટ…પોલીસે મામલા અંગે ની વધુ તપાસ હાથ ધરી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!