સીગામ પૂનામાં આવેલી ઈન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રો ફિઝિક્સ રિસર્ચ સેન્ટરમાંથી પી.એચ.ડી.કરી મોટા ભાગના ઈસરોમાં વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે.આ વર્ષ ફિઝિક્સમાં પી.એચ.ડી.માટે માત્ર ૭ બેઠકની એન્ટ્રન્સ પરીક્ષા લેવાઈ હતી.જેમા હજારો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે મૂળ સીગામના અને હાલ ચંડીગઢના મોહાલીમાં ઈન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રીસર્ચમાં ફિઝિક્સ વિષયમાં ગ્રેજ્યુએશન કરતા ધ્રુવ જ્યોતીન્દ્ર પંડ્યાએ સૌથી નાની વયે વૈજ્ઞાનિક બનવાની એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરી પી.એચ.ડી.માં એડમિશન મેળવી સીગામ ગામનું ગૌરવ વધાર્યું છે. રિસર્ચ સેન્ટરે ધ્રુવને વય મર્યાદા ઓછી હોવાના કારણે આ ખાસ કિસ્સામાં એક વર્ષની છૂટ આપી ઓગસ્ટ 2021 માં રિસર્ચ સેન્ટર જોઈન કરવાની પરવાનગી આપી છે.
સંદીપ દિક્ષિત : જંબુસર
Advertisement