જંબુસર તાલુકાનાં વેડચ પોલીસ મથકમાં સવા લાખની ચોરી નોંધાયેલી આ સંદર્ભે DYSP ગોહિલ દ્વારા બનાવેલી ટીમ CB અને ટેકનીકલ હ્યુમન ઇન્ટેલીઝન્સ ટીમ દ્વારા તપાસ કરતાં જે ગુનાઓ નોંધાયા હતા તે અંગે તપાસ શરૂ કરતાં પોલીસને આ ચોરીના ગુનાઓમાં રીઢા ચોર સામેલ છે. તપાસનો રેલો આણંદ સુધી પહોંચીયો જેમાં ચોરીનો મોબાઈલ આણંદથી મળતા પૂછપરછમાં આ મોબાઈલ ફોન સુરેશ સલાટએ વેચીયો હતો. પોલીસ તપાસ કરતાં સુરેશ સલાટનાં નડિયાદ સબજેલમાં હોવાથી તેને સબજેલમાંથી કબ્જો મેળવીને તપાસ કરતાં જંબુસર પોલીસ મથકોમાં ચોરી થયેલા ગુનામાં 3 સાથીઓ સામેલ હતા. જેમાં એક આરોપી પુનમ ચુનારા આણંદમાં છે. તેને પણ પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે તપાસ કરતાં તેઓની પૂછપરછમાં નહાર ગામે 1,66,000 ની ચોરી કબુલ કરી હતી. નોધાણા ગામની વાધેલાવાસમાં 1,25,640 ની ચોરી વેડચ, ઉબેર જેવા ગામોમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ખેડા જીલ્લામાં પાંચ ચોરીની કબૂલાત કરી છે કુલ 9 થી 10 જેટલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાંખી વધુ ચોરીનો ભેદ ઉકેલાય તેની શક્યતા પોલીસે વ્યકત કરી છે.
ભરૂચ જીલ્લાનાં જંબુસર તાલુકામાં ધરફોડ ચોરીનાં અનેક ગુનાઓ ઉકેલાયા બે રીઢા ચોર ઝડપાયા હતા.
Advertisement