Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર ઓએનજીસી એસેટ દ્વારા ડાભાની પ્રાથમિક શાળા ખાતે સુરક્ષા જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના બાળકોને સુરક્ષાલક્ષી માહિતી અપાઇ હતી.

Share

અંકલેશ્વર ઓએનજીસી એસેટ દ્વારા ભરૂચના જંબુસર તાલુકાના ડાભા ગામની પ્રાથમિક શાળામાં સુરક્ષા જાગૃતિ અભિયાન અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો હતો. ૨૦૦૧ માં  સંસદ ભવન પર થયેલા આતંકી હુમલામાં જે રીતે આતંકીઓનો પ્રતિકાર કરવામાં આવ્યો હતો. તેની સ્મૃતિમાં ઓએનજીસી દ્વારા દર વર્ષે 13 મી ડિસેમ્બરથી 19 મી ડિસેમ્બર દરમિયાન સુરક્ષા જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ઓએનજીસી દ્વારા તેના કાર્યક્ષેત્રના ગામોમાં સુરક્ષા જાગૃતિ અંગે સિક્યુરિટી દ્વારા કાર્યક્રમનું આયોજન થતું હોય છે.કાર્યક્રમમાં ઉપસ્થિત સિક્યુરિટી મેનેજર આશુતોષ ત્રિવેદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે ગામમાં ખેતરોમાં કોઈ અજાણી શકમંદ વ્યક્તિઓની હિલચાલ પર નજર રાખી ત્વરિત સરપંચ કે ઓએનજીસીના નજીકના અધિકારીને જાણ કરવા સુરક્ષાલક્ષી પેમ્પલેટનું વિતરણ કરી જાગૃતિ અંગે ખાસ તાકીદ કરી હતી. કાર્યક્રમમાં વેડચ પોલીસ મથકના પોલીસે સબ ઇન્સ્પેક્ટર વિ.આર પ્રજાપતીએ ઉપસ્થિત ગ્રામજનો તથા શાળાના બાળકોને સુરક્ષાલક્ષી જાણકારી પુરી પાડી હતી. કાર્યક્રમમાં ઓએનજીસી સિક્યુરિટી મેનેજર આશુતોષ ત્રિવેદી, જંબુસરના જીજીએસના ઇન્સ્ટોલેશન મેનેજર ફર્નાન્ડિસે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યુ હતું. આ પ્રસંગે ડાભા ગામના સરપંચ શબ્બીર ભટ્ટી આલમ જીજીએસ ઇન્સ્ટોલેશન મેનેજર બ્રાન્ડની સહિત એસ.એમ.સી સદસ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

હનિફ પતાલા.કરજણ પાલેજ

Advertisement

Share

Related posts

બુલેટ ટ્રેન વિભાગ દ્વારા આમલાખાડી માં અડચણ રૂપ માટી પુરાણ અને પાઈપો નાખી બનાવેલ નાળા ને દુર કરવાની માંગ, અવરોધ દુર નહિ થાય તો મોટી હાલાકી ની શક્યતા.*

ProudOfGujarat

રાજપારડી નજીક ટ્રક અને ટેમ્પો ટકરાતા ટેમ્પો ચાલકને ગંભીર ઇજા રોંગ સાઇડે આવતો ટેમ્પો ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં ત્રણ અલગ-અલગ અકસ્માતમાં એકને ઇજા, બે નાં મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!