સાર્વજનીક હાઇસ્કુલ કાવીના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા શાળાના ઉચ્ચ માધ્યમિક શિક્ષકશ્રી .અને વિવિધ પ્રવૃત્તિઓના કન્વીનર તરીકે ફરજ બજાવતા શિક્ષકશ્રી પટેલ કદીર સાહેબ એ પ્લાસ્ટીક પ્રદુષણથી થતા નુકસાન અંગે જાગૃતિ અભિયાન અને આપણા સમાજમાં પ્લાસ્ટીકનો ઉપયોગ સદંતર બંધ થાય તે આસયથી તેની આજે સુંદર અને વિસ્તૃત માહિતી આપી હતી. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પર જાહેર રસ્તાઓ અને જાહેર જગ્યાઓ પર સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું. શાળા પરિસર તેમજ આસપાસના વિસ્તાર ને પ્લાસ્ટીક મુક્ત બનાવવાની નૈતિક જવાબદારી ઉપાડી લીધી હતી.
સાર્વજનીક હાઇસ્કુલ કાવી દ્વારા પ્લાસ્ટીક પ્રદુષણથી થતા નુકસાન અંગે જાગૃતિ અભિયાન ચલાવી સમાજમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક નો ઉપયોગ સદંતર બંધ થાય તે માટે આજ રોજ કાવી ગામની દુકાનમાં પરિપત્ર આપી ગ્રાહકોને પણ પોતે ધરેથી કપડાં ની થેલી અથવા દુધ દહી જેવી ચીજો માટે વાસણ લઇ ને આવવું તેની જાણકારી આપવામાં આવી હતી.
શુક્રવાર ના રોજ સાર્વજનીક હાઇસ્કુલ કાવીમાં ચાલતી ઇકો કલ્બ ના કન્વીનર કદીર સાહેબ અને એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર જે.ડી.માછી એ આ પ્રવૃતિ અંતગર્ત કાવીના વિવિધ વેપારીઓને સરકાર નાં પ્લાસ્ટીક ની થેલી ને બદલે કાગળ અને કપડાં ની થેલીઓનો ઉપયોગ વ્યવહાર માં લાવવો જોઇએ એમ સમજાવવા તેઓ કાવી ગામના બજારમાં ગયા હતા. સરકાર નાં પરિપત્રો ને નકલો નું પણ વહેંચણી કરી હતી.
ભારત સરકારનાં પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ભારતના લાલ કિલ્લા પરથી ૭૩ સ્વતંત્રતા દિવસ નિમિતે રાષ્ટ્રને સંબોધન કરતા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ જણાવ્યું હતું કે સિંગલ યુઝ પ્લાસ્ટીક પર્યાવરણ માટે સારૂ નથી અને લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટીક પર્યાવરણ માટે ખતરારૂપ હોય આપણે બધાં તેને નાબુદ કરવા સંકલ્પ કરીએ.
સંજય પટેલ જંબુસર
સાર્વજનીક હાઇસ્કુલ કાવી દ્વારા પ્લાસ્ટીક પ્રદુષણથી થતા નુકસાન અંગે જાગૃતિ અભિયાન ચલાવી
Advertisement