કોરા ગ્રામપંચાયત ના સરપંચ ની અનોખી મદદ ની પહેલ કરી… જાણો શુ…
ભારે વરસાદના કારણે જંબુસર તાલુકાના કોરા ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા …ભારે વરસાદના કારણે જંબુસર તાલુકાના કોરા ગામમાં નવી નગરી સ્ટેશન વિસ્તાર તેમજ ગામમાં પાણી ભરાતાં નીચાણવાળા વિસ્તારના લોકોની કફોડી હાલત બની હતી તો ગામના તમામ અસરગ્રસ્તોને જમવાની વ્યવસ્થા ગામના સરપંચ દ્વારા ઉભી કરવામાં આવી હતી જેમાં ત્રણસો જેટલા અસરગ્રસ્તોની જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તો બીજી તરફ સરપંચે ગામના તમામ ૨૫૦ જેટલા સરકારી અનાજના રેશનિંગ કાર્ડ ધરાવતા તમામ ગ્રાહકોને આ મહિનાનું અનાજ સરપંચ દ્વારા મફત વિતરણ કરવામાં આવશે જેનો સમગ્ર ખર્ચ કોરા ગ્રામ પંચાયત સરપંચ ચંદ્રસિંહ ભગવાન ગોહિલ દ્વારા કરવામાં આવશે સરપંચનું કહેવું છે કે શ્રાવણ માસમાં શીતળા સાતમ તેમજ બકરા ઈદના તહેવારો હોય અને હાલ લોકોની પરિસ્થિતિ સારી ન હોય અને પુરના કારણે લોકોની રોજગારી છીનવાઇ ગઇ હોય જેને ધ્યાનમાં લઇ આ એક અનોખું કાર્ય કરી કોરા ગામના સરપંચે એક અનોખું કાર્ય કરી ગામ લોકોના દિલ જીતી લીધા હતા
રફીક મલેક….જંબુસર
કોરા ગ્રામપંચાયત ના સરપંચ ની અનોખી મદદ ની પહેલ કરી… જાણો શુ…
Advertisement