જંબુસર જે.એમ.શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આજરોજ વિધ્યાર્થી સત્રની ચૂંટણી યોજાઇ હોવાના તથા આ ચુંટણીમાં એન.એસ.યુ.આઈ.નો સફાયો કરી એ.બી.વી.પી એ પ્રભુત્વ જમાવ્યું હોવાના સમાચાર સાંપડ્યા છે. આ ચૂંટણી બાદ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ.જી.એસ તરીકે સંગિતાબેન રાજુભાઇ વસાવાને ચૂંટી લાવ્યા હતા.
જંબુસર નગર સ્થિત જે.એમ.શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આજરોજ ચૂંટણી અધિકારી અને કોલેજના પ્રિન્સિપાલ ડો.આઈ.એમ ભાનાની ઉપસ્થિતિમાં વિધાર્થીસંધની ચૂંટણી યોજાઇ હતી. જેમાં 20 બેઠકની ચુંટણીમાં 19 બેઠકો પૈકી 7 બેઠક બિનહરીફ એ.બી.વી.પી ના ફાળે ગઈ હતી. જ્યારે એક બેઠક એન.એસ.યુ.આઈ.ના ફાળે ગઈ હતી. આમ આઠ બેઠક બિનહરીફ થયા બાદ 11 બેઠક પર એન.એસ.યુ.આઈ. અને એ.બી.વી.પી.ના ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો જયારે એક બેઠક પર કોઈએ ઉમેદવારી ન નોંધાવતાં તે બેઠક ખાલી પડી હતી. મતદાન પ્રક્રિયા સંપન્ન થયા બાદ મત ગણતરી હાથ ધરાતા એ.બી.વી.પી. ના 7 ઉમેદવારો એન.એસ.યુ.આઇ ના ઉમેદવારોને હરાવી વિજેતા બનતાં એ.બી.વી.પી.ના 14 ઉમેદવારો વિજેતા થયા હતા જ્યારે એન.એસ.યુ.આઈ ના 4 ઉમેદવારો મતગણતરીમાં વિજેતા થતાં એન.એસ.યુ.આઇના ઉમેદવારોનું સંખ્યાબળ 5 પર પહોચ્યું હતું. મતગણતરી સંપન્ન થયા બાદ વિજેતા થયેલ ઉમેદવારોએ ઉમેદવારો દ્વારા જી.એસ.ની નિમણૂક પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં એ.બી.વી.પી ના ટી.વાય બી.કોમની વિધ્યાર્થિની સંગિતાબેન રાજુભાઇ વસાવાનો જી.એસ તરીકે જવલંત વિજય થયો હતો. એ.બી.વી.પી ના જી.એસ તથા વિધ્યાર્થી પ્રતિનિધિઓ વિજેતા થતાં એ.બી.વી.પી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો અને ભારતમાતા કી જયના નારાથી ગગન ગુંજવ્યું હતું. જી.એસ સહિતના એ.બી.વી.પી ના વિજેતા ઉમેદવારોનું વિજય સરદાસ કોલેજથી કરવામાં આવ્યું હતું. આજની કોલેજની વિધ્યાર્થી સંધની ચૂંટણી અનુલક્ષીને પોલીસ ઈન્સ્પેકટર બી.એમ.રાઠવાએ ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.
જંબુસર જે.એમ.શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આજરોજ વિધ્યાર્થીસંધની ચૂંટણી યોજાઇ.
Advertisement