Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર તાલુકાના જંત્રાણ ગામ પાસેથી વિદેશી દારૂના મુદ્દામાલ સાથે દાહોદના ત્રણ આરોપીઓ ઝડપાયા.

Share

જંબુસર તાલુકાનાં કાવી પોલીસની હદમાં આવેલ જંત્રાણ ગામ પાસે ચોકડી ઉપર પોલીસને બાતમી મળેલ કે એક થ્રી વ્હીલ ટેમ્પામાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હોય જેના આધારે કાવી પોલીસ વોચ ગોઠવતા અતુલ શક્તિ થ્રી વ્હીલ ટેમ્પો (નંબર પ્લેટ વગરનો) ને રોકતા તેમાથી વિદેશી દારૂ બોટલ નંગ-180 એમ.એલ કોતરિયા જેની અંદાજિત કિંમત 22500 રૂ. તેમજ બીયર 500 એમ.એલના ટીનના બીયર નંગ-115 નંગ જેની કિંમત 11500 રૂ. અને અતુલ શક્તિ થ્રી વ્હીલ ટેમ્પાની કિંમત રૂ.1,85,000 તથા મોબાઈલ નંગ 2 જેની કિંમત રૂ.6500 આમ કુલ મળી 2,25,500 રૂ.ના મુદ્દામાલ સાથે (1)અરવિંદ સમસુભાઇ માલીવાડ (2) સુરેશભાઇ સમસુભાઇ માલીવાડ અને કાળુભાઇ મગનભાઇ સંગાદે ત્રણે રે. દશલાગામ તા.જી.દાહોદનાઓને મધ્યપ્રદેશના બનાવટના દારૂ સાથે ઝડપી પાડી તેમને કસ્ટડીમાં મોકલી આપ્યા છે. આગળની વધુ તપાસ કાવી પોલીસ ચલાવી રહી છે.

Advertisement

Share

Related posts

પૂર્વ કલેકટર રાજેન્દ્રકુમાર પી.એમ.ઓ.માં ડીરેકટર પદે

ProudOfGujarat

અંકલેશ્વર- સરકાર પહેલા ટ્રાફિક સિગ્નલ ચાલુ કરે પછી ટ્રાફિકના દંડ વસૂલ કરે તેવી લોક માંગ, અંકલેશ્વર નું ટ્રાફિક સિગ્નલ શોભાના ગાંઠિયા સમાન..

ProudOfGujarat

નવસારી જિલ્લા પંચાયતની યોજનાઓની જાણકારી હવે આંગળીના ટેરવે મળી રહેશે : દેશમાં પ્રથમ એપ્‍લીકેશન લોન્‍ચ નવસારી જિલ્લામાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!