નવયુગ વિદ્યાલય જંબુસર માં 193મો મફત નેત્ર યજ્ઞ યોજાયો.
નવયુગ વિદ્યાલય જંબુસર માં જનસેવા એ જ પ્રભુ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે છે જેવી કે રક્તદાન કેમ્પ, સવૅરોગ નિદાન કેંપ, દર મહિનાના પહેલા રવિવારે મફત નેત્ર યજ્ઞ વિગેરે.
દરેક નેત્ર યજ્ઞ માં આંખોનું ચેકઅપ કરી દર્દી ને દવા, ચશ્માં અને જેમને મોતિયા નો પ્રોબ્લેમ હોય તેમને શંકરા આઈ હોસ્પિટલમાં (મોગર) બસમાં લઈ જવાની, લાવવાની ,રહેવાની, જમવાની તથા મોતિયાનું ઓપરેશન કરીને નેત્ર મણી મુકી આપવામાંઆવેછે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ બધી સેવા બાબતે કોઈ પણ પ્રકારનો આર્થિક વ્યવહાર દર્દીઓ પાસે કરવામાં આવતો નથી.
આ સંસ્થા ના આધ્યસ્થાપ શ્રી મગનભાઈ બી. સોલંકી ના સમાજસેવા ના શાશન કાળ દરમિયાન ઘણા મોટા પાયે ભરૂચ જિલ્લામાં સમાજ સેવાના નિ:સ્વાથૅ કાયૉ થયેલ છે જે ની સમાજે નોધ લીધી છે અને આજે પણ તેઓની સંસ્થામાં અવિરત સેવાના કાયૉ થતા રહેલા છે
નવયુગ વિદ્યાલય જંબુસર માં 193મો મફત નેત્ર યજ્ઞ યોજાયો.
Advertisement