હાલ આસો નવરાત્રિ ચાલુ હોય ઠેરઠેર માં જગદંબાની આરાધના કરાતી હોય છે. નવરાત્રિ દરમ્યાન ખેલૈયાઓ મન મૂકી ગરબે ઝૂમી ઊઠે છે. જંબુસર શહેરની હાઈસ્કૂલો, શાળામાં પણ નવરાત્રિપર્વની ઉજવણી કરવામાં આવી હતી. શહેરની નવયુગ વિધાલય ખાતે ધો 6 થી 12 ના વિધાર્થી ભાઈ-બહેનો માટે નવરાત્રિ પર્વની ઉજવણી કરવા માટે હાઇસ્કૂલના ઉત્સાહી આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતરના વિધ્યાર્થીઓ ડી.જેના તાલે મન મૂકીને ઝૂમી ઉઠયા હતા. વિધ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સ્કૂલનો સ્ટાફ પણ ગરબામાં જોડાયો હતો. ગરબા બાદ સમૂહ આરતી અને ઈનામ વિતરણ કાર્યક્રમ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર વિભાગમાંથી પ્રથમ, દ્ધિતીય અને તૃતીય ઇનામો મળી કુલ 18 વિધાર્થી ભાઈ-બહેનોને ઈનામ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા. નિર્ણાયકોની મહત્વની ભૂમિકા બહારની સ્કૂલોના શિક્ષકોએ નિભાવી હતી. પ્રાથમિક વિભાગમાં ઝીલમીલ કાછિયા પટેલ, રુદ્ધ પટેલ. માધ્યમિક વિભાગમાં જિનલ બારોટ, માનવ ગૌસ્વામી. ઉચ્ચતરમા પટેલ મૈત્રી, શર્મા કીર્તન પ્રથમ નંબરે આવ્યા હતા.
આ પ્રસંગે શાળાના નિવૃત શિક્ષકો, શહેરના અગ્રણીઓ સહિત વિધાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
નવયુગ વિદ્યાલય જંબુસરના બાળકો ગરબે ધૂમયા.
Advertisement