જંબુસર તાલુકાનાં અણખી ગામ નજીક આવેલ એરટેલ મોબાઈલ ટાવર નીચે વીજપાવરના કેબિનમાં પાછળના ભાગે પતરું તોડી તેમાં રાખેલ 600 એ.એચ. ના 24 સેલ જેની કિમત 1,24,000/- ની મત્તાની ચોરી કોઈ ચોર ઇસમે ચોરી કરી જે અંગે જંબુસર પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો.
પ્રતાપ ટેકનોગ્રાફ ટેકનિશિયનમા ફરજ બજાવતા જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ વાલચંદભાઈ બલાઈ અણખી ગામની સીમમાં આવેલ એરટેલ મોબાઈલ ટાવર ખાતે આવેલ ત્યારે જોયેલ તો સાઇટનું સેન્ટર રૂમ પાછળના ભાગે કોઈએ તોડી અંદરના બેટરી બેંકના 24 સેલ અમરરાજા 600 એ.એચ. ના ચોરી થયેલ છે. તેવી જાણ કરેલ જેથી સ્થળ પર જઇ ખાતરી કરતાં ચોરી થયેલાનું જણાયેલ અને તેની આજુબાજુના વિસ્તારમાં ખાનગીમાં તપાસ કરતાં બેટરી ક્યાય મળી આવેલ ન હોય ઉપરી અધિકારીને આ બાબતની જાણ કરી એરટેલ મોબાઈલ ફોન ટાવરના પાસેની કેબિનમાં રાખેલ બેટરીઓ હોય જે કંપનીના ફેન્સીંગ તાર તોડી પાછળના ભાગેથી પ્રવેશી કેબિનનું પતરું તોડી તેમાં રહેલ બેટરીઓ જેની કિમત 1,24,000/- ની મત્તાની કોઈ ચોર ઈસમ ચોરી કરી ગયેલ છે. જેની ફરિયાદ સંજયસિંહ ગણેશસિંહ રાજપૂતે જંબુસર પોલીસ મથકે નોંધાવી હોય જંબુસર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાવની તપાસ જંબુસર પી.આઈ.બી.એમ.રાઠવા ચલાવી રહ્યા છે.
જંબુસર : અણખી ગામના એરટેલ ટાવર કેબિનમાં રાખેલ 1,24,000/- બેટરીઓની ચોરી
Advertisement