જંબુસર તાલુકાનાં બારા વિભાગમાં આજરોજ બપોર પછીના સુમારે વરસાદની સાથે વાતાવરણમાં એકાએક પલટો આવતા પવનનું જોર વધતાં બાકરપૂર ટીબી ગામે રહેતા અને કૃષિ સાથે સંકળાયેલ એવ હસન એહમદ વલ્લી પટેલ તેમજ ઈલ્યાસ આદમ વલ્લી પટેલ તેમજ મુશા યુનુસ પટેલ તથા અબ્દુલ હસન ઈશા પટેલના ઘરોના છાપરાં વધુ પવનના કારણે ઊડી ગયા હતા અને અડારાઓ પણ ઊડી ગયા હતા. પતરાં અને નળિયા ઊડી જતાં આર્થિક નુકસાન થવા પામ્યું છે. લોખંડના એંગલો વરી ગયા હતાં. વરસતા વરસાદમાં ઉપરોક્ત ઘર માલિકો પોતાના ઘરનો સામાન બચાવવા અને છાપરાઓ ખેતરમાં ઊડી ગયા હતાં તે લેવા દોડધામ કરી મૂકી હતી. લાઇટો ડૂલ થઈ ગઈ હતી. આ નાનકડા ગામમાં ઉપરોક્ત ચાર વ્યક્તિઓના છાપરાં ઊડી જતાં લોકો ભેગા થઈ ગયા હતાં અને માનવતાના ધોરણે એકબીજાને મદદ કરી હતી. જો કે એક ઘરમાં દીવાલને તિરાડ પડી હતી. કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આમ આ વર્ષે ખૂબ લાંબા સમયથી પડી રહેલા વરસાદના કારણે ખેતીમાં ખરીફ પાક પણ નાશ પામ્યો છે તો બીજી તરફ આવી કુદરતી આપત્તિ આવી જાય છે.
જંબુસર તાલુકાના બારા વિભાગના બાકરપૂર ટીબી ગામે વરસાદની સાથે પવનનું જોર વધતાં ચાર મકાનોનાં છાપરા ઊડયાં કોઈ જાનહાનિ નહિ .
Advertisement