જંબુસર તાલુકા આઈ.સી.ડી.એસ.કચેરી ખાતે આંગણવાડી વર્કર બહેનો માટે સરકાર દ્વારા આપવામાં આવેલ એણ્ડ્રોઈડ મોબાઈલ પર ત્રિદિવસીય કેશ તાલીમનો પ્રારંભ.
પોષણ અભિયાનએ બધુ મંત્રાલયોના સંકલન માટેનું અભિયાન છે પોષણ અભિયાન વર્ષ 2022 સુધીમાં ભારતને પોષણ મુક્ત બનાવવાની પરિકલ્પના કરે છે. આંગણવાડી કાર્યકરો આંગણવાડી સેવાઓ પૂરી પાડવા માટેનો પાયો છે. સમગ્ર દેશના તમામ આંગણવાડી કેન્દ્રો પર કોમન એપ્લિકેશન સૉફ્ટવેર શરૂ કરીને વધુ સારા સુપરવિઝનની ખાત્રિ કરવાનો છે. જેને આઈ.સી.ડી.એસ.સી.એ.એસ. નામ આપવામાં આવેલ છે. તે આંગણવાડી કાર્યકરોને આપેલા સ્માર્ટ ફોનમાં ઉપલબ્ધ છે. જે કુપોષણ દૂર કરવા માટે ફાળો આપતી વિવિધ યોજનાઓ આઈ.સી.ડી.એસ. રજીસ્ટરો આપમેળે તૈયાર થવા આંગણવાડી કેન્દ્રની સેવાઓ સુધારવા તમામ સ્તરે ડેટાનો ઉપયોગ કરીને વધુ સારી યોજના બનાવી સંબંધિત અધિકારીઓને માહિતગાર કરી નિર્ણય લેવો, ICDS રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ સુધારવા સહિતની તમામ તાલીમ માટે જંબુસર તાલુકા ICDS કચેરી ખાતે તાલુકાની 219 આંગણવાડી કેન્દ્રોની ધટક-1 ની 68 તથા ધટક-2 ની 54 આંગણવાડી કેન્દ્રોની કુલ 122 બહેનો માટે આઈ.સી.ડી.એસ કચેરી ખાતે સી.ડી.પી.ઑ નીનાબેન પટેલની અધ્યક્ષતામાં ત્રિદિવસીય કેશ તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તથા બાકી રહેલા આંગણવાડી વર્કર બહેનો માટે તારીખ 21, 22, 23 ના રોજ તાલીમ આપવામાં આવશે સદર કેશ તાલીમ વર્ગ દરમ્યાન આંગણવાડી વર્કર બહેનોએ મોટી સંખ્યામાં ઉત્સાભેર ભાગ લીધો હતો. આ સહિત ધટક-1 તથા 2 ની સુપરવાઝર બહેનોએ કેશ તાલીમનું માર્ગદર્શન પૂરું પાડયું હતું.
જંબુસર આઈ.સી.ડી.એસ. કચેરી ખાતે ત્રિદિવસીય કેસ તાલીમનો પ્રારંભ
Advertisement