જંબુસર તાલુકાનાં ખેડૂતો દ્વારા અતિવૃષ્ટિ તેમજ ઢાઢરના પૂર દ્વારા સમગ્ર તાલુકામાં ખેતીને થયેલ નુકસાન બાબતે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું .
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનાં ખેડૂતો દ્વારા તાલુકામાં અતિવૃષ્ટિ અને ઢાઢર નદીમાં આવેલ પૂરથી સમગ્ર તાલુકામાં થયેલ ખેતીના પાકના નુકસાન બાબતે આજ રોજ તા.26-08-2018 ના રોજ જંબુસર મામલતદાર કચેરીએ સૂત્રોચ્ચાર કરીને વિવિધ માંગણીઓ સાથે મામલતદારશ્રીને આવેદન પાઠવવામાં આવ્યું.
આવેદનપત્રમાં તાલુકાનાં ઢાઢર કિનારાના કુંધણ, બોજવા, વહેલમ, મહાપુરા, મગણાદ, ખાનપુર તેમજ સમગ્ર તાલુકાનાં ગામોની ખેતીને ભયંકર નુકસાન થવા પામેલ હોય અને કપાસ, તુવેરના સમગ્ર પાકો નાશ પામેલ હોય જેથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે. જે અંગે સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને તાલુકાનાં તમામ ખેડૂતોને સહાય કરે તેમજ ખરીફ પાકોના વાવેતર માટે વિનામુલ્યે બિયારણ, ખાતર, અને દવાઓ વિનામૂલ્યે પૂરી પાડે તેવી માંગણી કરવામાં આવેલ છે. વળી, ખેડૂતો દ્વારા વરસાદ સાથે ફેલાતાં પ્રદૂષિત પાણી ખેતરોમાં ફેલાતું હોવાથી પણ પાકને ગંભીર નુકશાન થતું હોય આવા પ્રદૂષિત પાણી ફેલાવતાં તત્વોની યોગ્ય તપાસ કરી તેમની સામે પગલાં ભરવાની પણ માંગણી કરવામાં આવેલ છે .
જંબુસર તાલુકાનાં ખેડૂતો દ્વારા ઢાઢરના પૂરથી થયેલ નુકસાન બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
Advertisement