સાર્વજનિક હાઇસ્કૂલ કાવીના પટાંગણમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને વૃક્ષારોપણનો સંયુક્ત કાર્યક્રમ યોજાયો …..કાર્યક્રમની શરૂઆતમાં સાર્વજનીક હાઇસ્કુલ ના સુપરવાઇઝર શ્રી.એ.એ.સૈયદ સાહેબે કાર્યક્રમ ને અનુરૂપ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યુ.
ત્યાર બાદ શાળાના શિક્ષકશ્રી જે.ડી.માછી સાહેબે વિદ્યાર્થીઓને કુદરતી અને કૃત્રિમ આપત્તિ સમયે બચાવ કામગીરી કંઇ રીતના કરવી તે અંગે વિદ્યાર્થીઓને સંચોટ માહિતી આપી ત્યારબાદ કાવી સબ પોલીસ સ્ટેશન ના હોમગાર્ડ કમાન્ડર એન.વી.પટેલ દ્વારા બચાવ કામગીરી અંગે માર્ગદર્શન આપી કુદરતી તેમજ માનવસર્જીત તાલીમ આપેલ હોય કાવી હોમગાર્ડ સ્ટાફ દ્વારા વિદ્યાર્થી મિત્રોને બચાવ કામગીરી અંગે ડેમોસ્ટ્રેશન બતાવવામાં આવ્યું.
વિદ્યાર્થીઓએ શાળાની આસપાસના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવા માટે જુથ પ્રમાણે કંબોઇરોડ પોલીસ સ્ટેશન કંથારીયારોડ દહેગામરોડ તેમજ શાળાનાં પટાંગણમાં મોકલવામાં આવ્યા.
ઉપરોક્ત કાર્યક્રમ શાળાનાં આચાર્યશ્રી હારૂનભાઈ ના માર્ગદર્શન હેઠળ સફળ રીતે યોજાયો.
રીપોર્ટર:રફિક મલેક