Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

જંબુસરના કલક માર્ગ ઉપર ટ્રક અને બાઇક વચ્ચે થયેલ ગોજારાં અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે મોત

Share

પ્રાપ્ત વિગતો અનુસાર જંબુસરના તાડીયા હનુમાન વિસ્તારમાં ટ્રક અને બાઇક વચ્ચે થયેલ અકસ્માતમાં એક યુવાનનું કમકમાટીભર્યું ઘટના સ્થળે મોત થવા પામેલ છે.

મરણ જનાર યુવાન નામે રોહિતભાઈ રમેશભાઇ વસાવા ઉમર આશરે 20 નાઓ સાંજના સમયે કલક ગામ બાજુથી જંબુસર તરફ આવતા હતા તે દરમ્યાન યોગી રસ ભંડાર નજીક મીઠાની ગાડી સાથે ધડાકાભેર બાઇક ભટકાતાં રોહિત વસાવાનું ઘટના સ્થળે મોત થયુ હતું. સદર ઘટનાની જાણ 108 તથા જંબુસર પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સદર મરણ જનનારની લાશને જંબુસર નગરપાલિકા દ્વારા જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જંબુસર પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. સદર ઘટનાની જાણ જંબુસર નગરમાં વાયુ વેગે પ્રસરી જતાં લોકટોળા એકત્રિત થઈ ગયા હતા.

Advertisement

Share

Related posts

ત્રિરંગમાં ભળી આત્મિયતા, ત્રિરંગા યાત્રા પર્વ પર ભરૂચની આત્મિય શાળાએ રચી અદભુત કૃતિ.

ProudOfGujarat

પાલેજના એસકે નગર વિસ્તારમાં રહેતી યુવતીએ કોલેજ તેમજ ગુજરાત યુનિવર્સિટીમાં ટોપ લેવલે ઉત્તીર્ણ થઇ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો.

ProudOfGujarat

અમદાવાદ જિલ્લાની ૧૫૨૭ આંગણવાડીઓમાં નવરાત્રી પર્વ દરમ્યાન સરકારી અધીકારીઓ, પદાધીકારીઓ દ્વારા કન્યા પુજન કરાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!