સારોદ વાટા ગામ પંચાયતમાં પીવાના પાણીની બાબતે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત પર આક્ષેપો કરવામાં આવ્યા છે. ગ્રામજનો દ્વારા જણાવતા પંદર દિવસથી પાણી પંચાયત દ્વારા છોડવામાં આવતું ન હોય, ગામના લોકો પીવાનાં પાણીથી હેરાન પરેશાન થઈ ગયા છે.
ગ્રામ પંચાયતના સરપંચને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ધ્યાન પર લેતાં નથી એવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યુ છે. પંચાયત દ્વારા કોઈ પણ પ્રકારની જાણ કે નોટિસ આપવામાં આવેલ નથી. આ રીતે જાણી જોઈને પાણી છોડાવામાં નથી આવતું એવાં ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યાં છે.
ગ્રામજનો સાથે તલાટી સરપંચ દ્વારા વાદવિવાદ કરવામાં આવે છે. બીજુ કે જ્યાં દારૂ ભઠ્ઠી ચાલે ત્યાં છૂટથી પાણી આપવામાં આવે છે તેવા આક્ષેપો લાગવામાં આવ્યાં છે.
Advertisement