Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસરમાં પલ્સર પર આવેલા 3 બુકાનીધારીઓએ આંગડિયા પેઢીના કર્મી પાસેથી રૂ. 11 લાખની લૂંટ ચલાવી

Share

ભરૂચ તાલુકાના જંબુસર ટાઉનમાં ગુરૂવારે ધોડે દહાડે પલ્સર બાઇક પર આવેલા 3 લૂંટારુઓએ ભરચક બજારમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસે રહેલ 15 તોલા સોનું અને 3 લાખ રોકડાની લૂંટ ચલાવતા જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ હતી.

જંબુસર નગરમાં બજારમાં મદ્રેસ એ પંજતનની સામે એચ. રમેશચંદ્ર આંગડિયા પેઢી આવેલી છે. જેનો કર્મચારી આજે ગુરૂવારે વડોદરાથી જંબુસર બેગ લઈ આવ્યો હતો. આંગડિયા પેઢીની ગલીમાં બજારમાં કર્મચારી રાકેશ પ્રજાપતિ પ્રવેશતા જ તેની પાછળ કાળા રંગનું પલ્સર બાઇક લઈ 3 બુકાનીધારીઓ આવ્યા હતા.

બે બુકાનીધારીઓએ છરાની અણીએ કર્મચારી પાસે રહેલ 15 તોલા સોનું અને 3 લાખ રોકડા રહેલ બેગ લૂંટી લીધી હતી. એક મહિલા અને આંગડિયા કર્મીએ આ લૂંટારુંઓને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો પણ તેઓ પલ્સર પર ભાગી છૂટ્યા હતા.

Advertisement

અંદાજે 11 લાખ ઉપરાંતની આંગડિયા લૂંટની જાણ થતાં જંબુસર પોલીસ સ્થળ પર દોડી આવવા સાથે જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ થઈ તુરંત નાકાબંધી, સર્ચ હાથ ધર્યું હતું.

લૂંટારુંઓ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. દરમિયાન નબીપુર નજીકથી એક લૂંટારુંને પોલીસે ઝડપી પાડ્યો હતો. જોકે આ અંગે જિલ્લા પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજ્યા બાદ તેની સત્તાવાર હકીકતો બહાર આવશે.


Share

Related posts

રાજ્યમાં બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય નથી : ખોટી અફવાઓના આધારે લોકો કાયદો હાથમાં ના લેઃ ગૃહ રાજ્યમંત્રીની અપીલ..

ProudOfGujarat

માંગરોળ : વેરાકુઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસરની બદલી થતા વિદાય સમારોહ યોજાયો.

ProudOfGujarat

આજરોજ કરજણ મુલનીવાસી એકતા મંચ દ્વારા કરજણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!