ભરૂચ જિલ્લામાં દારૂ-જુગાર જેવી પ્રવૃતિઓ પર અંકુશ અને લગામ લગાવવા માટે જિલ્લા પોલીસ વડાના સતત માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ મથકના કર્મીઓ રાત દિવસ ગુનાખોરીને અંજામ આપતા તત્વોને દબોચી લઈ તેઓને કાયદાના પાઠ શીખવી રહ્યા છે, તેવામાં ભરૂચ ક્રાઇમ બ્રાંચને વધુ એક મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી.
ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મોઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે જંબુસરથી કાવી રોડ ઉપર દહેગામ ગામની સીમમાં ખેતરમાં બનાવેલ મકાનની છત ઉપર પત્તા-પાના વડે જુગાર રમતા ચાર જેટલાં ઈસમોને એક લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
ક્રાઇમ બ્રાંચના દરોડા માં (1) સુલેમાન ઇસ્માઇલ પટેલ રહે, દહેગામ કાવી રોડ જંબુસર (2) સઈદ ફતેસંગ મલેક રહે, સૂડી ગામ આમોદ (3) સલીમ ઉદેસંગ રાજ રહે, સૂડી ગામ આમોદ (4) વાઘજીભાઈ ઠાકોર રહે, રનાડા ગામ આમોદ નાઓને ઝડપી પાડી મામલે ટંકારીયા ગામના યુનુસ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી તમામ પાસેથી દાવ પરના રોકડા સહિત વાહનો મળી કુલ 1,15,010 નો મુદ્દામાલનો કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.