ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં કરોડાના ખર્ચે નિર્માણ પામેલ સબ ડ્રિસ્ટ્રીક હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન બની છે, જીવના જોખમે કર્મચારીઓ કામ કરવા મજબૂર બન્યા છે, દર્દીઓ અને સ્ટુડન્ટ જર્જરિત હોસ્પિટલમાં સેવા લેતા નજરે પડ્યા હતા.
ભરૂચ જીલ્લાના જંબુસરમાં આવેલ હાલ કાર્યરત રેફરલ હોસ્પિટલના છતના સ્લેબના પોપડા ધરાશાયી થતાં દર્દીઓને સરકારી આરોગ્ય વિભાગના અધિકારીઓની ઘોર બેદરકારીના પાપે જીવ જોખમમાં મુકાયા છે, જંબુસર અને આજુબાજુમાં આવેલ ત્રણ તાલુકાની ગરીબ પ્રજાનું કમનસીબ તો જુવો! કે કરોડોના ખર્ચે નિર્માણ પામેલ નવીનર્મિત સબ ડિસ્ટિક્ટ હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન નિર્જન પડેલ છે.
હાલ જંબુસર રેફલર હોસ્પિટલમાં દર્દીઓ જર્જરિત છતના કારણે જીવના જોખમે સારવાર લઇ રહ્યા છે. તો બીજી તરફ કર્મચારીઓ પણ, જીવના જોખમે કામ કરતાં નજરે પડી રહ્યાછે. જંબુસરની પ્રજાને હાલ કરોડોના ખર્ચે નવ નિર્મિત સબ ડિસ્ટિક્ટ હોસ્પિટલનો લાભ કયારે મળશે, જેની તાલુકા અને નગરની ગરીબ જનતા કાગને ડોળે રાહ જોઈ રહી છે.
સરકાર દ્વારા હોસ્પિટલના સર્જન પહેલા દર્દીની જટિલ સારવાર મોટી -મોટી વાતો કરવામાં આવી હતી અને દર્દીઓને આશા હતી કે કે ભરૂચ, વડોદરાના જટિલ સરવારના ફેરા ઘટશે. પરંતુ નેતાઓના પાપે તૈયાર હોસ્પિટલનું લોકાર્પણ કોના ઈશારે અટકી રહ્યું છે તે જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે આ હોસ્પીટલનું લોકાર્પણ કયારે કરવામાં આવશે અને દર્દીઓને આ જર્જરિત હોસ્પિટલમાંથી ક્યારે છુટકારો મળશે જે ચર્ચાનો વિષય છે.
સમગ્ર બાબતે હોસ્પિટલના અધિકારી સાથે વાત કરતાં તેઓ જર્જરિત બિલ્ડીંગ વિશે વિસ્તારના ધારાસભ્યને લેખિતમાં હોસ્પિટલની સ્થિતિ વિશે જાણ કરેલ છે અને સરકાર તરફથી લીલીઝંડી મળશે તો નવનિર્મિત સબ ડિસ્ટિક્ટ હોસ્પિટલનો શુભારંભ કરવાની રાહ જોઈ રહ્યા છે તેમ જણાવ્યું હતું.