ભરૂચ જિલ્લામાં હાલ ચોમાસાની ઋતુમાં વરસાદી માહોલ જામ્યો છે, વરસાદના કારણે ખાસ કરી જર્જરીત મકાનો અને ઇમારતો જોખમ સમાન સ્થિતિમાં મુકાઈ જતા હોય છે, જંબુસરમાં પણ જર્જરીત ઇમારતો જોવા મળતી હોય છે તેવામાં ગોકળલાલની ખડકી વિસ્તારમાં એક જૂની ઇમારતની દીવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે.
અચાનક દીવાલ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી, વિસ્તારના રહીશોએ નગરપાલિકા અને મકાન માલિકને જર્જરિત મકાન ઉતારી લેવા અવારનવાર રજૂઆત કરી હતી, જોકે તંત્રની ઢીલાસના કારણે આખરે મોટી હોનારત થતા અટકી હતી.
ઘટનામાં કોઈને નુકસાન કે ઇજા નહિ થતા વિસ્તારના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો, મહત્વની બાબત છે કે જંબુસર નગરમાં આવેલ જર્જરિત ઇમારતો નગરપાલિકા ક્યારે દૂર કરશે.? એ ચર્ચાએ નગરમાં ભારે જોર પકડયું છે
Advertisement