જંબુસર નગરના વિવિઘ બિસ્માર રસ્તાના પગલે ગરીબ રીક્ષા ચાલકોને સહન કરવું પડી રહ્યું છે. નગરનાં રીક્ષા ચાલકોને બિસ્માર અને ખાડા ટેકરાવાળા રસ્તાના કારણે સમારકામ પાછળ ઘણો ખર્ચ થઈ રહયો છે. પેસેન્જર રીક્ષા ખાડામાં પટકાટા રીક્ષા રીક્ષા તૂટી જતાં હવે રીક્ષા ચાલકને માથે સમારકામનો ખર્ચ આવી ગયો છે.
જંબુસરના મુખ્ય માર્ગ ઉપર ખાડાઓની સમસ્યાથી લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે વારંવાર રજુઆત કરવા છતાં પણ નગરપાલીકાના કર્તાહર્તા કોઇ સંતોષ કારક કામગિરી કરતા નથી તેથી પ્રજા હેરાન પરેશાન થઈ ગઇ છે.
Advertisement
અતિબિસ્માર માર્ગને કારણે સૌથી વધુ નુકશાન રીક્ષા ચાલકોને થઈ રહ્યુ છે લોકો અને વાહન ચાલકો નિયમીત ટેક્ષ ભરતા છતાં બિસ્માર રસ્તાનું સમારકામ કરવામાં આવતું નથી. તેથી લોકો અને વાહન ચાલકોમાં જંબુસર નગરપાલીકા સામે રોષની લાગણી ફેલાઇ ગઇ છે.