ગુજરાત સરકાર દ્વારા ચાલતી અનોખી પહેલ અંતર્ગત ફરતા પશુદવાખાનામાં દસ ગામ આવરી લેવામાં આવે છે અને આ યોજનામાં ઘણા એવા પીડિત પશુઓને યોગ્ય સારવાર આપી પીડા મુક્ત કરવામાં આવે છે.
આવી જ એક ઘટના આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામે જોવા મળી. પશુ દવખાનામાં હાજર ડૉ. સમીર ડોડીયા જ્યારે રૂટ માટે નીકળતા હતા ત્યારે ગાયના માલિક હાર્દિક મોરીનો તત્કાલ સારવાર માટે 1962 પર કેસ નોંધાવ્યો હતો ત્યારબાદ ડૉ સમીર ડોડીયા તેમના પાઈલોટ કમ ડ્રેસર નિલેશ ચારેલ સાથે ત્યાં પહોંચી ગાયની તપાસ કરી હતી. ગાયને તપાસ કરતા જાણવા મળ્યું કે પાછળના ડાબા પગે ગંભીર ઈજાને લીધે સતત લોહી નીકળતું હતું અને નીચેનું હાડકું ભાગી ગયું હતું. ત્યારે ડૉ. સમીર ડોડીયા એ ઘા ને યોગ્ય રીતે સાફ કરીને અને તૂટેલા હાડકા ઉપર પ્લાસ્ટર લગાવીને યોગ્ય સારવાર આપી હતી.
આ બધું જોઈ સારવારથી ખુશ થયેલા માલિકે ડૉક્ટરનો આભાર વ્યક્ત કર્યો અને ભરૂચ જિલ્લાના પ્રોજેકટ કોઓર્ડીનેટર રૂપેશ સાહેબ અને પ્રોગ્રામ મેનેજર ડૉ. રવી રીંકે સાહેબ દ્વારા કામની પ્રશંસા કરવામાં આવી હતી.