Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બિસ્માર રસ્તા બનાવવા માટે તાલુકા કોંગ્રેસની પ્રાંત અધિકારીને રજુઆત

Share

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી, જેમાં ખાસ કરી ગ્રામ્ય વિસ્તારના કાવી, દહેગામનો રસ્તો બિસ્માર હોવાનું જણાવવામાં આવ્યું હતું, સાથે સાથે સારોદ ચોકડીથી કોરા ચોકડી સુધીનો માર્ગ પણ બિસ્માર બન્યો હોય તેને બાબતે પણ રજુઆત કરવામાં આવી હતી.

વધુમાં જંબુસર તાલુકાના છિદ્રા ગામથી સી ગામનો રસ્તો તથા મદાફર ગામનો એપ્રોચ રોડ, જંબુસરથી ખાનપુરનો રસ્તો પણ બિસ્માર હોય જે બાબતે અવારનવાર રજુઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી તેવા આક્ષેપો સાથે આજે જાંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રભુદાસ મકવાણા, પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વડોદરામાં શીતળા સાતમ પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ગુજરાતમાં અનેરું છે શીતળા સાતમનું મહત્વ, જાણો પુજા વિધિ અને વ્રત કથા.

ProudOfGujarat

ખેડા જિલ્લા નડિયાદ ખાતે રાજ્યકક્ષાની જુડો સ્પર્ધા – ૨૦૨૩ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!