ભરૂચ જિલ્લાના જંબુસરમાં રાતના સુમારે ખાનગી હોસ્પિટલમાં આગની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. રાતે 10 વાગ્યાના અરસામાં હોસ્પિટલમાં ધુમાડા નજરે પડયા હતા જે બાદ વોર્ડમાં દોડધામ મચી હતી. આગનું કારણ શોર્ટસર્કીટ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. સૂત્રો અનુસાર એ.સી.માં લાગેલી આગના કારણે ઘટના સર્જાઈ હતી. ઘટનાની ગંભીરતા પારખી હોસ્પિટલના ફાયરસેફટી સિસ્ટમ ઉપરાંત ફાયરબ્રિગેડને પણ મદદે બોલાવાયું હતું. સમયસર દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડી લેવાતા ઘટનામાં કોઈ જાનહાની નોંધવાવા પામી નથી. સમાચાર વાયુવેગે નગરમાં ફેલાતા દર્દીઓના સગા સંબંધીઓના હોસ્પિટલ બહાર ટોળા એકત્રિત થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં ભરૂચમાં ખાનગી હોસ્પિટલમાં આગની ઘટનામાં 16 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ગત રાતની જંબુસરની ઘટના અંગે પોલીસે ચોપડે નોંધ કરી તપાસ હાથ ધરી છે. સૂત્રો અનુસાર જનરલ હોસ્પિટલ જંબુસરમાં આગ શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. આગ લગતા તાત્કાલિક દર્દીઓને સલામત સ્થળે ખસેડી લેવાતા કોઈ જાનહાની નોંધાઈ ન હતી. હોસ્પિટલની ફાયર સિસ્ટમ ઉપરાંત ફાયરબ્રિગેડે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. બનાવ સંદર્ભે જંબુસર પોલીસે ચોપડે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
જંબુસરની ખાનગી હોસ્પિટલમાં આગ ભભુકી ઉઠતા દોડધામ, દર્દીઓને સલામત સ્થળે ખસેડાયા
Advertisement