Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસરના દોઢગાવ આંબા વિસ્તારમાં સ્ટેટ મોનેટરીંગ સેલના દરોડા દરમિયાન દેશી દારૂ સાથે ચાર આરોપી ઝડપાયા.

Share

જંબુસર તાલુકામાં દેશી દારૂનું ઉત્પાદન તેમજ વેચાણ મોટાપાયે થતું હોવાનું તથા ગાંધીનગર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ બદીને નાથવાના ભાગરૂપે જંબુસર તાલુકાના દોઢગાવ આંબા વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી મોટા પ્રમાણમાં દેશી દારૂ તેમજ દારૂનો વોશ અને વાહનો, મોબાઈલ તથા રોકડ મળી રૂપિયા ૨૭૫૮૬૦ નો મુદ્દામાલ કબજે કરી સ્ટેટ મોનિટરિંગ સેલે ચાર આરોપીઓ સાથે ઝડપી પાડ્યા હોવાના અને એક વ્યકિતને વોન્ટેડ જાહેર કર્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકામાં દારૂની બદીનો વ્યાપ વધારે હોય સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર પી એસ આઈ એન એચ કુંભાર સ્ટાફ સાથે પેટ્રોલિંગમા હતા ત્યારે બાતમીદાર મારફતે મળેલ બાતમીના આધારે દોઢગાવ આંબા વિસ્તારમા કોતરમાં તળાવ કિનારે રેડ કરતા કમલેશભાઈ ઠાકોરભાઈ ઠાકોર રહે. દોઢગાઉં આંબો, જગદીશ ભાઈ વસંતભાઈ ઠાકોર રહે દેવકુઈ, અમરસિંગ દીપસિંગ પઢિયાર રહે મજાતણ ગામ, લક્ષ્મણભાઈ ગોવિંદભાઈ રાઠોડ રહે કાવા ભાગોળ જંબુસર નાઓ ઝડપાઈ ગયા હતા. જ્યારે નટવરભાઈ ઉર્ફે નટુ મણીલાલ ઠાકોર રહે. દોઢગાવ આંબો નાસી છૂટતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યા હતો. પોલીસે સ્થળ ઉપરથી દેશી દારૂ ૪૬૫ લીટર, રોકડ રૂપિયા,વાહન ચાર નંગ, મોબાઈલ ચાર નંગ, જનરેટર મોટર બે નંગ, સહિત વોશ ૯૩૬૫ લીટર જે સ્થળ પર નાશ કરેલ આમ તમામ મળી કુલ રૂપિયા ૨૭૫૮૬૦/- ના મુદ્દામાલ સાથે દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડતા દારૂ ગાળનાર તથા વેચનારાઓમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ વેડચ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એ.તુવર ચલાવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

નડિયાદના નારણદેવ મંદિરનો ૨૧૫ મો પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઊજવાયો.

ProudOfGujarat

અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા ન્યુસન્સ, ગંદકી કરતા વિરુધ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવી

ProudOfGujarat

રાજપીપલામાં ગાયના છાણમાંથી બનાવેલ પ્રાકૃતિક ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ ગણેશ ભક્ત રાજેન્દ્ર પટેલે બનાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!