Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા ના જંબુસર પંથક માં પ્રેમી પંખીડાએ ઝાડ ઉપર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા આસપાસ ના રહીશો ના ટોળા સ્થળ ઉપર એકત્રિત થયા હતા

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જીલ્લા ના જંબુસર તાલુકા ના મહાપુરા રોડ પર આવેલ કરશનકિલા ની વાડી પાસે આવેલ વર્ષો જુના ઘટાદાર ઝાડ પર અંદાજીત ૧૦ થી ૧૫ ફુટ ની ઉંચાઈ પર વહેલી સવારે યુવક-યુવતી એ કોઈ અગમ્ય કારણોસર ઝાડ ઉપર જ દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જોકે વૃક્ષ ની નીચે એક મોટરસાયકલ બિનવારસી હાલત માં પડેલી ગ્રામજનો એ જોતા ગ્રામજનો એ તાત્કાલિક પોલીસ ને જાણ કરતા પોલીસે સ્થળ ઉપર દોડી આવી તપાસ કરતા વૃક્ષ ઉપર યુવક.યુવતી ની ગળે ફાંસો ખાડેલી લટકતી હાલત માં લાશ દેખાઈ આવતા તેમજ સમગ્ર ઘટના અંગે ની વાત ફેલાતા જ ગ્રામજનો ના ટોળેટોળાં ઘટના સ્થળે એકત્ર થઇ ગયા હતા. જોકે હાલ તો પોલીસે યુવક.યુવતી ના મૃતદેહ ને ઝાડ પર થી નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વાલી વારસ ની શોધખોળ કરતા યુવાન જંબુસર નો કલ્પેશ ડાહ્યા વાઘેલા તો યુવતી નયના બેન રાજેશ ભાઈ માળી રહે મહાપુરા જંબુસર ના હોવાનું મૃતદેહ પાસે થી મળી આવેલા મોબાઈલ ઉપર થી પોલીસ તપાસ માં ઓળખ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તો લોક મૂર્ખએ ચર્ચાઈ રહ્યું છે કે બંને પ્રેમી પંખીડાઓ નું લગ્ન ન થાય તેમ હોવાના કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું ગ્રામજનો પાસે થી જાણવા મળી રહ્યું છે …જોવું એ રહ્યું કે પ્રેમી પંખીડાઓએ આપઘાટ ક્યાં કારણોસર કર્યું છે તે હજુ સુધી સ્પષ્ટરી રીતે જાણી શકાયું નથી.
હાલ તો પોલીસે ઘટના સ્થળે થી આપઘાટ કરનાર યુવાન ની મોટરસાયકલ તથા બંને યુવક.યુવતી ના મોબાઈલ કબ્જે લઈ આપઘાટ નું સાચું કારણ શોધવાની કવાયત શરૂ કરી છે

Share

Related posts

વડોદરા જીલ્લાનાં કરજણમાં તળાવ કિનારે માનવનો મગર સાથે સંવાદનો વિડિયો વાયરલ થતા અચરજ ફેલાયું.

ProudOfGujarat

કરજણનાં મારુતિ પ્લાઝામાં રહેણાંક ફ્લેટમાં આગ લાગતા અફરાતફરી મચી

ProudOfGujarat

માંગરોળ ઉમરપાડા તાલુકા નિવૃત કર્મચારી મંડળની વાર્ષિક સાધરણમાં હાજર રહેવા જોગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!