ભરૂચ જિલ્લામાં અવારનવાર રખડતા ઢોરોનો જાહેર માર્ગો ઉપર આતંક સામે આવતો હોય છે, ભૂતકાળમાં પણ રખડતા ઢોરો એ ભરૂચ-અંકલેશ્વરમાં કેટલાય લોકોને સિંગડે લઇ જમીન પર પાડી દઈ ઇજાગ્રસ્ત કર્યા હોવાના બનાવો સામે આવ્યા હતા, ત્યારે હજુ પણ આ પ્રકારની ઘટનાઓ અટકવાની નામ ન લેતી હોય તેમ જંબુસર પંથકમાં એક બાળકી ઉપર રખડતા ઢોરે હુમલો કર્યો હોવાની બાબત ચર્ચાનું કેન્દ્ર બની છે.
જંબુસર ખાતેના એક વિસ્તારમાં શાળા એ જતી માસૂમ બાળકીને રસ્તા વચ્ચે પાછળથી આવી રહેલ ગાયે સિંગડા મારી જમીન ઉપર પાડી દેતા ઉપસ્થિત અન્ય વિદ્યાર્થીઓ સહિતના લોકોમાં ભારે નાસભાગ મચી હતી. ગાયે બાળકીને સિંગડે ઉછાળયા બાદ તેની પર હુમલો કર્યો હતો, જોકે બાળકીની સુજબૂજતાના કારણે મોટી દુર્ઘટના થતી અટકી હતી અને બાળકી તરફ રસ્તા પરથી ખસી જતા ગાય આગળ દોડતી નિકળી ગઈ હતી.
બાળકી પર ગાય દ્વારા કરવામાં આવેલ હુમલાની આખી ઘટના નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી, ત્યારે જંબુસર નગરપાલિકા એ પણ હવે જાગૃતા બતાડી આ પ્રકારે સોસાયટીઓ અને મોહલ્લાઓમાં રખડતા ઢોરે પકડી અથવા તેઓના માલિકો સામે લાલઆંખ કરી દંડનીય કાર્યવાહી કરવી જોઈએ તે બાબત આ સમગ્ર ઘટના ક્રમ સામે આવ્યા બાદથી ખૂબ જ જરૂરી જણાઈ રહી છે.
હારુન પટેલ : ભરુચ