રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઇ ઠેરઠેર નેતાઓ દ્વારા પ્રચાર પ્રસાર પુર જોશમાં ચાલી રહ્યો છે. આગામી ૧ ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન ગુજરાતમાં હોય જે તે વિધાનસભા બેઠકો પરના ઉમેદવારો રાત-દિવસ મતદારોને રીઝવવા માટેના પ્રયાસોમાં જોતરાયેલા નજરે પડી રહ્યા છે, તેવામાં ગ્રાઉન્ડ લેવલ ઉપર કેટલાક નેતાઓને ખૂબ સારો પ્રતિસાદ તો કેટલાક નેતાઓને નબળો પ્રતિસાદ મળતો પણ સામે આવી રહ્યો છે.
ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવેતો ભરૂચ જિલ્લાની જંબુસર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડી.કે સ્વામી દ્વારા પણ પોતાનું પ્રચાર અભિયાન ખૂબ જોરશોરથી કરવામાં આવી રહ્યું છે, પરંતુ એક લોકચર્ચા મુજબ ડી.કે સ્વામીને તેઓના મતક્ષેત્રમાં આવતા એવા કેટલાય ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં જોઈએ તે પ્રકારનું જન સમર્થન મળતું ન હોવાના કારણે ગણતરીના લોકો વચ્ચે જ પોતાનું પ્રચાર કરવું પડી રહ્યું છે.
જંબુસર વિધાનસભા બેઠક ઉપર ભાજપ,કોંગ્રેસ અને આપ ના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જામવા જઈ રહી છે, તો બીજી તરફ નેતાઓના પ્રચાર અભિયાનમાં જ પ્રજાનો ફિક્કો મિજાજ નેતાઓની મુંજવણમાં વધારો કરી રહી છે, તેવામાં હવે જોવું રહ્યું કે મતદારોનો નેતાઓ પ્રત્યેનો નિર્વશ ઉત્સાહ શુ પરિણામો ઉપર તેની સીધી અસર કરે છે..? તે તો આવનારી તા. ૮ ડિસેમ્બરના રોજ જ ખબર પડી શકે તેમ છે.
જોકે હાલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પ્રચાર દરમિયાન જોઈએ તેવો પ્રીતિસાદ નથી મળી રહ્યો તેવા અનુભવો થઈ રહ્યા હોય તેવી બાબતો લોકો વચ્ચે ચર્ચાઇ રહી છે, ત્યારે હવે જોવું રહ્યું કે આગામી સમયમાં ભાજપના ઉમેદવાર ડી.કે સ્વામી આ બેઠક ઉપર કમળ ફરી ખીલવવામાં સફળતા પ્રાપ્ત કરે છે કે પછી પાર્ટી માટે નિરાશાજનક પરિણામો લાવે છે તેવી ચર્ચાઓ હાલ તેઓના મતક્ષેત્ર વિસ્તારમાં જામી છે.