Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

હત્યારાની જ હત્યા..? જંબુસર તાલુકાના વેડચ ગામે વિધવા મહિલાની ગળુ કાપી હત્યાનો મામલો, હત્યારાની લાશ મળી આવતા ખળભળાટ.

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર બે દિવસ પહેલા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ પોલીસ મથકની હદમાં આવેલ નવીનગરી વિસ્તારમાં ગત રાત્રીના સમયે એક વિધવા મહિલાની ગળું કાપી હત્યાને અંજામ અપાયો હોવાની ઘટના સામે આવતા પંથકમાં ભારે ખળભળાટ મચ્યો છે.

ઘટના બાદ પોલીસે સ્થળ પર પહોંચી મૃતકની લાશનો કબ્જો મેળવી તેને જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મામલા અંગે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી, જેમાં ઊર્મિલાના મકાન નજીક રહેતો વિજય જાદવ નામના ઇસમે તેની સાથે ઊર્મિલાએ સબંધ રાખવાનું ના કહેતા હત્યાને અંજામ અપાયો હોવાનું સામે આવ્યું હતું, જે બાદ પોલીસે હત્યાને અંજામ આપનાર વિજયની શોધખોળ હાથધરી હતી.

Advertisement

પોલીસની તપાસ દરમિયાન વિજય જાદવની તેના જ ખેતરમાંથી લાશ મળી આવી હતી, જે બાદ અનુમાન લગાવાય રહ્યું છે કે શું વિજયની કોઈક એ હત્યા કરી છે..? કે પછી હત્યાને અંજામ આપ્યા બાદ વિજયે સુસાઇડ કર્યું છે,? તેવી બાબતો હાલ વિજયના મૃતદેહ મળી આવ્યા બાદથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે, ત્યારે સમગ્ર મામલા અંગે વેડચ પોલીસે ગુનો દાખલ કરી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

હારુન પટેલ : ભરૂચ
મો.: 99252 22744


Share

Related posts

પંચમહાલ : શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરા દ્વારા ઓનલાઇન ફિનિશિંગ સ્કૂલનો પ્રારંભ.

ProudOfGujarat

વલસાડ સુગર ફેક્ટરી પાસે રાત્રે ટેમ્પો ચાલકને લૂંટી લીધો….

ProudOfGujarat

હાર્દિકની માંગ અને અલ્પેશની જેલ મુક્તિ માટે સુરતની શાળા કોલેજો બંધ, વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!