Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

જંબુસર તાલુકાના વેડચ ગામે વિધવા મહિલાનું ગળું કાપી હત્યા કરાતા ચકચાર,પોલીસે વધુ તપાસ હાથધરી.

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ પોલીસ મથકની હદમાં આવેલ નવીનગરી વિસ્તારમાં ગત રાત્રીના સમયે એક વિધવા મહિલા ઉર્મિલાબેન મહેન્દ્રસિંહ જાદવ ઉં.વર્ષ 41 નું ગળું કાપી હત્યાને અંજામ અપાયો હોવાની ઘટના સામે આવતા પંથકમાં ભારે ખળભળાટ મચ્યો છે.

ઘટના બાદ પોલીસે સ્થળ પર પહોંચી મૃતકની લાશનો કબ્જો મેળવી તેને જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મામલા અંગે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાનું સામે આવી રહ્યું છે, હાલ વિધવા મહિલાની હત્યા શુ કારણસર કરવામાં આવી છે તે તમામ દિશાઓમાં પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે.

Advertisement

મહત્વની બાબત છે કે પોલીસ મથકની નજીકમાં જ આવેલ નવી નગરી વિસ્તારમાં મહિલાની કરપીણ હત્યાને અંજામ અપાયા બાબત લોકો વચ્ચે પણ ચર્ચાનું કેન્દ્ર બની છે, તેમજ ઘટના બાદ સ્થળ પર લોક ટોળા પણ જામ્યા હતા, મકાનના બેડ પર જ સુતેલ મહિલાનું તીક્ષ્ણ હત્યાર વડે ગળું કાપી હત્યારાએ હત્યાને આપ્યો હોવાનું પ્રાથમિક જાણકારીમાં સામે આવી રહ્યું છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ભરૂચનાં મુલદ બોરિદ્રા ગામનાં ખેતરમાંથી અજાણ્યા યુવકની લાશ મળતા ચકચાર.

ProudOfGujarat

ભરૂચ : બ્રહ્મસમાજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરાઇ.

ProudOfGujarat

વડોદરા : સોસાયટીની મહિલાઓ દ્વારા ગાર્ડનમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!