રાજ્યસભાના પૂર્વ સાંસદ અને ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ પરમાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ ભરૂચ જિલ્લાની 10 વર્ષની બાળકીઓને મળે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના 72 માં જન્મદિવસ નિમિત્તે 7272 ખાતાઓ અર્પણ કરવાનો સંકલ્પ કરેલ છે. ભરૂચ જિલ્લા ભાજપાના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ ભરૂચ જિલ્લા ભાજપાની પૂરી ટીમ આ કામ માટે કાર્યરત થયેલ છે. આ કાર્ય તેઓ અસ્મિતા વિકાસ કેન્દ્ર સાથે સહયોગી થઈને કરી રહ્યા છે. ઘણા બધા દાતાઓએ પોતાનો અમૂલ્ય ફાળો પણ આપેલ છે, અને જેના કારણે હાલ અત્યાર સુધીમાં 5100 જેટલા ખાતા ખોલાવવા માં સફળતા હાંસલ કરેલ છે. જનજાગૃતિ અભિયાન સંદર્ભે જંબુસર ના કહાનવા ખાતે 1100 બાળકીઓના નવા ખાતા ખોલવામાં આવ્યા તે દીકરીઓને” સુકન્યા પાસબુક” નું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ 11 લાખનો ચેક ભારતસિહ પરમાર તથા તેમની ટીમ દ્વારા પોસ્ટના સુપરિટેન્ડેન્ટ આર.બી. ઠાકોરને અર્પણ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા, નીરલ પટેલ, મહામંત્રી, ભાજપ, દિવ્યેશ પટેલ, ઉપપ્રમુખ ભાજપ, યશવંત પટેલ ટ્રસ્ટી, અશ્મિતા વિકાસ કેન્દ્ર, છત્તરસિંહ મોરી, ભૂતપૂર્વ મંત્રી, પુ.ધારાસભ્ય કિરણસિંહ મકવાણા, મહામંત્રી પીન્ટુભાઈ, પ્રમોદસિંહ તેમજ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પ્રતાપસિંહ પરમાર અને તેમની હાજરીમાં 10 કન્યાઓને SSA ખાતાની પાસબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેના સુકન્યા હેઠળ ખાતા ખોલવામાં આવ્યા હતા તે બાળકીઓ તેમના માતા પિતા સાથે ઉપસ્થિત રહી હતી. હાજર મહેમાન શ્રી ઓના હસ્તે પાસબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.