બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે રાણીયાવગામાં પીરામલ ગ્લાસની પાછળ ગૌચળ ની જમીનમાં એક ખાડામાં ઉચ્છદ ગામનો ઠાકોર ઉર્ફે ભાયો હિમતભાઈ ઠાકોર નાઓએ ગેરકાયદેસર પાસ. પરમીટ વગરનો વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની બોટલો વેચાણ કરવાના ઇરાદે રાખી હોય તે અંગે વેડચ પી.એસ.આઈ. વી. આર. પ્રજાપતિને બાથમીદારથી બાતમી મળેલ જે આધારે પોલીસ સ્ટાફ તથા પંચોના માણસોને સાથે રાખી સદર જગ્યાએ રેડ કરતા અલગ અલગ વિદેશી બ્રાન્ડની દારૂની પેટીઓ તથા બિયરના ટીન થઈ કુલ ૧૦૦૯ નંગ મળી રૂપિયા ૧,૩૭,૨૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

જોકે પોલીસ રેડ થતા બુટલેગર ઠાકોર ઉર્ફે ભાયો હિમતભાઈ ઠાકોર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. વેડચ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે. આગળની તપાસ વેડચ પી.એસ.આઈ. વી. આર. પ્રજાપતિ ચલાવી રહ્યા છે.