Proud of Gujarat
GujaratFeaturedINDIA

જંબુસર પાદરા રોડ ઉપર વડુ ગામ પાસે વિદ્યાર્થોએ બસ રોકી ચક્કાજામ કર્યો.

Share

જંબુસર પાદરા રોડ ઉપર વડુ ગામ પાસે શાળા/કોલેજ માટે અપડાઉન કરતાં વિદ્યાર્થીઓએ બસો ઊભી ના રખાતા ચક્કાજામ કરી આક્રોશ વ્યકત કર્યો હતો. કોલેજ જતાં વિદ્યાર્થીઓને એસ.ટી નિગમની બસો દ્વારા અવગણી કોલેજ પાસેના બસ સ્ટોપ પર બસ ઊભી નહીં રખાતા વિદ્યાર્થીઓએ આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. એસ.ટી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ ન આવતા વિદ્યાર્થીઓએ વિરોધ કરી આંદોલન છેડયું હતું. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે બસ ચાલકો ઈરાદાપૂર્વક બસ સ્ટેન્ડ પર બસ થોભવતા નથી જેના કારણે અમારા શિક્ષણ પર તેની વિપરીત અસર પડી રહી છે. વડુ ગામ પાસે આશરે 25 જેટલી બસોના પૈડા થોભાવી 2000 વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહીબીશન ના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી…

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ તાલુકાના યુવાનનું અંકલેશ્વરમાં ટ્રેનની અડફેટે આવી જતા મોત.

ProudOfGujarat

સુરત : કઠોર પ્રાથમિક શાળા ખાતે શ્રી કાંતિભાઈ આર.પટેલનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!