ભરૂચ જિલ્લામાં ત્રણ દિવસ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જિલ્લાના વિવિધ તાલુકા મથકના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં જાણે કે વરસાદી માહોલ બાદ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, તેવામાં જંબુસર પંથકમાં પણ વરસાદી માહોલ બાદ ભારે તારાજી સર્જાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં ક્યાંક મકાનો પડવાની ઘટના તો ક્યાંક પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.
જંબુસર પંથકના ડાભા ગામ ખાતેની નવી નગરી વિસ્તાર માતો જાણે ભારે વરસાદી માહોલ બાદ નદી વહેતી થઈ હોય તે પ્રકારની સ્થિતી સર્જાઈ હતી, વરસાદી પાણીનો વહેલી તકે નિકાલ ન થતા આખે આખા વિસ્તારમાં કેડ સમા પાણી ભરાઈ જવા પામ્યા હતા જે બાદ લોકોને ઘરોની બહાર નીકળવાનું પણ મુશ્કેલી સમાન બન્યું છે, વિસ્તારમાં પાણી ભરાયા બાદ વહેતી તકે પાણી ઓસરે અને મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થનાઓ સ્થાનિક રહીશો કરી રહ્યા છે.
હારુન પટેલ : ભરૂચ
મો.99252 22744