ભરૂચ જિલ્લાના તાલુકા મથકોથી બિનઅધિકૃત રીતે ખાનગી વાહનોમાં પેસેન્જરોની હેરાફેરી થતી હોય છે. અસંખ્ય ખાનગી વાહનોમાં પેસેન્જરો ઘેટાં-બકરાની માફક ભરી મનસ્વી રીતે ભાડું વસુલતા વાહન માલિકો નજરે પડયા છે. ગુજરાત એસ.ટી તંત્રની અનિયમિતતાનાં કારણે મુસાફર જનતા ખાનગી વાહનોના સહારે મુસાફરી કરી રહ્યા છે. જેના કારણે ભૂતકાળમાં ઘણા બધા અકસ્માતો સર્જાયા છે અને જાનહાનિ દુર્ઘટના સર્જાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જંબુસર તાલુકાનાં ઉચ્છદ પેટ્રોલ પંપ પાસે આજે સવારે એક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક, પેસેન્જર છકડો તથા બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં 9 જેટલી વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસરની રેફરલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
Advertisement