જંબુસર તાલુકાના બોજાદ્રા ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદીરનું બોજાદ્રાની ખોડિયાર ફિલ્મનું વિમોચન કરાયું. બોજાદ્રા ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરે ચૈત્ર માસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં ચૈત્ર માસની નવરાત્રીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. માતાજીના મંદિરે જવારાની પણ સ્થાન કરવામાં આવે છે.
સ્વ. ભક્ત ચંદુભા ભગતના આશીર્વાદથી ઘણા લોકોનું કલ્યાણ થયું છે તો ઘણા લોકોના ઘરે પારણાના પણ બંધાયા છે તેઓને માત્ર બોજાદ્ગાજ નહીં પણ સમગ્ર જિલ્લામાં અને આસપાસ જિલ્લાના લોકો પણ તેઓને ખૂબ જ માનતા હતા. ચંદુભા ભગતનુ અવસાન થતા મંદિરની બાજુમાં તેઓને સમાધિ આપવામાં આવી હતી અને આ સમાધિ મંદિરનું આજે લોકાર્પણ કરાયું હતું જેમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના વરદહસ્તે ચંદુભા ભગતના ચંદુભાના મંદિરનું પણ લોકાર્પણ સાથે જ બોજાદ્ગાની ખોડીયાર ફિલ્મોનું પણ વિમોચન કરાયું હતું.
જેમાં ભરૂચ તાલુકાના તવરા ગામના ભગતસિંહ ઇન્દ્રસિંહ પરમાર દ્વારા બોજાદ્ગા ગામ અને ગામમાં આવેલ ખોડિયાર માતાજીના મંદીરનું અને મંદિરના સંચાલક ભક્ત ચંદુભાની યાદો કાયમ રહે એ માટે તેઓ દ્વારા ચંદુભા ભક્ત એ કરેલા વિવિધ કાર્યો આશીર્વાદ લોકો માટે કાયમ જીવતા રહે તેને ધ્યાનમાં રાખી બોજાદ્ગાની ખોડીયાર ફિલ્મ બનાવી હતી જે ફિલ્મના હીરો અને હિરોઈન હીરો સમીર ચૌહાણ અને હિરોઈન રીયા ચૌહાણ એ આ ફિલ્મ હિરો હિરોઈનના એક્ટર કર્યા છે જે ફિલ્મનો આજે ચૈત્ર સુદ નોમ રામનવમીના દિવસે ભરૂચના સાંસદ મનસુખ વસાવાના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિ સિંહ અટોદરીયા, ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમીતભાઈ ચાવડા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા તથા મંદિરે હવન શહીદ મહાપ્રસાદી ભંડારો અને રાત્રે લોક ડાયરો યોજાયો હતો. જેમાં કલાકારો ધર્મેશ બારોટ, શીતલ બારોટ, વિશ્વાગઢવી હાસ્ય કલાકાર ડોક્ટર રણજીતવાંક સહિતના કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી. મોડી રાત સુધી બોજાદ્ગા ગામ અને આસપાસના ગામના લોકોએ ડાયરાનો પણ લાભ લીધો હતો.
જંબુસરનાં બોજાદ્રા ગામે બોજાદ્રાની ખોડીયાર ફિલ્મનું વિમોચન કરાયું.
Advertisement