ભરૂચ જિલ્લાના જંબુસર ટાઉન વિસ્તારોમાં આજે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મીઓએ ધામા નાંખ્યા હતા, વહેલી સવારે નગરજનો જયારે મીઠી નીંદરમાં હતા ત્યાં વીજ કંપનીના કર્મચારીઓએ ધામા નાંખી વીજ ચેકીંગ હાથ ધર્યું હતું. સુરત, વલસાડ તેમજ ભરૂચની વિજિલન્સ ટીમોએ વીજ ચેકિંગ હાથ ધરતા એક સમયે વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટની લાગણી છવાઈ હતી.
D.G.V.C.L ના અધિકારીઓએ સ્થાનિક પોલીસના કાફલાને સાથે રાખી વહેલી સવારથી વીજ મીટરોમાં ગેરરીતિ કરતા તત્વો સામે ચેકીંગ હાથધરી વીજ ચોરી ઝડપાવવા મામલે દંડનીય કાર્યવાહીની તજવીજ શરૂ કરી હતી.
મહત્વની બાબત છે કે વહેલી સવારથી કરવામાં આવેલ વીજ ચેકિંગમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં વીજ ક્નેક્શનોમાં ગેરરીતિ ઝડપાઇ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, જોકે અત્યાર સુધી ચેકીંગમાં કેટલા મીટરમાં ગેરરીતિઓ સામે આવી છે અને કેટલો દંડ કરવામાં આવ્યો છે તે અંગે ચોક્કસ કોઈ સત્તાવાર માહિતી D.G.V.C.L તરફથી બહાર પાડવામાં આવી નથી જોકે મોટા પ્રમાણમાં દંડનીય કાર્યવાહી આ ચેકીંગમાં દરમિયાન કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
હારૂન પટેલ