Proud of Gujarat
GujaratFeaturedINDIA

કંબોઇ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રિ નિમિત્તે યોજાશે અનેક ધાર્મિક કાર્યક્રમો.

Share

જંબુસર તાલુકામાં આવેલા કાવી કંબોઇ સ્તંભેશ્વર મહાદેવના નામથી ઓળખાતા અને દક્ષિણ ગુજરાતનું મીની સોમનાથ તરીકે ખ્યાતી પામેલ સ્તંભેશ્વર મહાદેવ જે અરબી સમુદ્રના કિનારે આવેલ છે જ્યાં કોરોના મહામારીના બે વર્ષ બાદ મહાશિવરાત્રિની ભવ્યાતિ ભવ્ય ઉજવણી થનાર છે.

કંબોઇ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે આ વર્ષે મહા શિવરાત્રીની ભવ્ય ઉજવણી થનાર છે જેમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે. ૨૨ ફેબ્રુઆરીથી શરૂ થનાર મહારૂદ્ર યજ્ઞ એક માર્ચ સુધી થશે જેમાં રોજના સો જોડાઓ ભાગ લેશે. મહાશિવરાત્રિના દિને ગુપ્ત તીર્થ સ્થાને રાજ્યભરમાંથી અનેક શ્રધ્ધાળુઓ દર્શન પૂજન માટે ઉમટી પડશે. પૂનમ અને અમાસના દિવસે શ્રધ્ધાપૂર્વક સ્તંભેશ્વર દાદાના પૂજન અર્ચન કરવાથી પિતૃ તૃપ્ત થઈ આશિષ આપે છે તેવી ધાર્મિક વાયકા છે. પ્રયાગમાં સાત વખત પુષ્કરમાં નવ વખત અને પ્રભાસમાં અગિયાર વખત સ્નાન કરવાથી જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તે અહીં એક વખત સ્નાન કરવાથી પ્રાપ્ત થાય છે તેમ સ્કંદપુરાણમાં લખાયેલ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર માં ગેરકાયદેસર ગેસ રીફીલિંગ કરતા એક ઈસમની પોલીસે ધરપકડ કરી

ProudOfGujarat

લીંબડી સરવરીયા હનુમાન ચોક ખાતે અજાણ્યા ઇસમે બે વ્યક્તિને છરીના ઘા ઝીંકી ફરાર.

ProudOfGujarat

વડોદરામાં વૃદ્ધને ગાયે ભેટી મારતા થાપામા ફેક્ચર : પશુ માલિક વિરુદ્ધ નોંધાયો ગુનો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!