Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર તાલુકા હેલ્થ કચેરી ખાતે હોમ બેઝ યંગ ચાઇલ્ડ કેર તાલીમનો કરાયો પ્રારંભ.

Share

જંબુસર તાલુકા હેલ્થ કચેરી ખાતે આશાબહેનોને હોમ બેઝ યંગ ચાઇલ્ડ કેર ટ્રેનિંગનો પ્રારંભ કરાયો. સરકાર દ્વારા જનતાના આરોગ્ય અર્થે અનેકવિધ યોજનાઓ અમલમાં છે તથા તાલુકા હેલ્થ કચેરી અધિકારીઓ સ્ટાફ દ્વારા વખતોવખત માતા તેમજ બાળકોનો સર્વાંગી વિકાસ થાય ગુજરાતમાંથી કુપોષણ નાબુદ થાય બાળમરણમાં ઘટાડો થાય તે માટે ટ્રેનિંગ કેમ્પ યોજી જનજાગૃતિ ફેલાવવામાં આવે છે. જે અંતર્ગત જંબુસર તાલુકા હેલ્થ કચેરી ઇન્ચાર્જ ટી એચ ઓ ઓમકારનાથ દેસાઇની સુચના અને માર્ગદર્શન હેઠળ પાંચ દિવસ આશાબેનો માટે યોજાનાર હોમ બેઝ યંગ ચાઇલ્ડ કેર તાલીમનો પ્રારંભ મેડીકલ ઓફીસર એસ આર વર્મા દ્વારા તાલીમ આપવાનો પ્રારંભ કરાયો હતો.

આશા બહેનોને આ ટ્રેઇનિંગ દરમ્યાન ત્રણથી પંદર માસ સુધી બાળકોની આરોગ્યસંભાળ પોષણ વિકાસ કેવી રીતે વૃદ્ધિ થાય તે માટે આશા બહેનો દ્વારા ઘરે ઘરે જઈ માતાને સમજણ આપી બાળકની તપાસ કરાવી જેના થકી બાળમરણનો ઘટાડો કરવાનો ઉદ્દેશ છે તે અંગે જન જાગૃતિ ફેલાવવામાં આવે તે માટે તાલીમ રાખવામાં આવી હતી. તાલીમ કાર્યક્રમમાં કાવી મેડીકલ ઓફીસર ઈમરાન ઘાસીયા, તાલુકા હેલ્થ સુપરવાઇઝર સુમિત્રા પટેલ, ટંકારી પીએચસીના સુપરવાઈઝર અમિતભાઈ હાજર રહી વિવિધ પ્રકારની આશા બહેનોને તાલીમ આપવાનો પ્રારંભ કરાયો જેમાં આશા બહેનોએ તાલીમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાની પ્રાથમિક શાળા જેશપોર ખાતે વિદાય અને સત્કાર સમારંભ યોજાયો

ProudOfGujarat

અંકલેશ્વરના પીરામણ ગામ ખાતે પરપ્રાંતીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર.

ProudOfGujarat

ઝઘડિયા પોલીસ દ્વારા રસ્તાઓ પર દબાણ કરનારાઓને નોટિસ આપવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!