Proud of Gujarat
INDIAFeaturedGujarat

જંબુસરમાં આવેલ હજરત સૈયદ ગંજશહિદ પીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

Share

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ દરગાહ હજરત ગંજશહિદ પીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ પર અકીદતમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સલાતો સલામના પઠન સાથે સંદલ શરીફ ઝુલુસ સ્વરૂપે નીકળ્યું હતું. તલાવપુરાથી પ્રસ્થાન થયેલું ઝુલુસ હજરત ગંજશહિદ પીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ પર પહોંચ્યું હતું.

દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ સૈયદ મૌલાના અહમદ જલાલ ઉર્ફે ગંજશહિદ બાવા સૈયદ સબ્ર શહિદ ઉર્ફે છોટે સરકાર સાહેબ તેમજ સ્થાનિક આલીમોની ઉપસ્થિતિમાં સંપન્ન કરાઇ હતી. સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમઝોળ રોશનીથી શણગારવામાં આવી હતી. ત્યારબાદ સલાતો સલામના પઠન તેમજ ફાતેહા ખ્વાની સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. અંતમાં સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો કાયમ રહે એ માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

નડિયાદ : કપડવંજમાં ડીલેવરી માટે વ્યાજ પર ૩૫ હજાર રૂપિયા લીધેલા ૧.૩૫ લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોની હેરાનગતિ.

ProudOfGujarat

મોરવા હડફ પોલીસે એસ્ટીમ કારમાથી દારુનો જથ્થો પકડી પાડ્યો

ProudOfGujarat

યુનિયન બજેટ વિશ લિસ્ટ : ભાર્ગવ દાસગુપ્તા, એમડી અને સીઈઓ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જીઆઈસી લિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!