નગર પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરીમાં કડકાઈ દાખવતા ધારાસભ્ય સંજયભાઇ સોલંકી, જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, નગરના અગ્રણીઓ દ્વારા ચીફઓફિસર પ્રમુખને રજુઆત કરાઈ.
જંબુસર નગરમાં જાહેર માર્ગો પર દબાણ કર્તાઓએ પતરાના શેડ ઓટલા બનાવી દેતા રાહદારીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જે અંતર્ગત દબાણકર્તાઓને પાલિકા તંત્ર દ્વારા અગાઉ જાણ કરવામાં આવી હોય તેમ છતાંય જાહેર રસ્તા પરના દબાણો દૂર ન કરતા પાલિકા તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કામગીરી યથાવત રાખી દબાણો દૂર કરવાનો પ્રારંભ ડાભા ચોકડીથી કરાયો હતો.
જાહેરમાર્ગો પર વર્ષો જૂના થયેલા દબાણો હટાવાયા તથા શહેરના માર્ગો પર દુકાનદારોએ પતરાના શેડ ઓટલા સહિતના દબાણો કર્યા હોય પાલિકા દ્વારા દબાણો દૂર કરાયાં હતાં. દબાણ હટાવ કામગીરીના ચોથા દિવસે પણ એકધારો દબાણો દૂર કરવાનો સપાટો બોલાવતાં દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપેલો, દબાણ હટાવ કામગીરીમાં કડકાઇ દાખવતા ધારાસભ્ય સંજયભાઇ સોલંકી જિલ્લા પ્રમુખ કોંગ્રેસ પરિમલસિંહ રણા સહિત નગરના અગ્રણીઓએ ડેપો વિસ્તારમાં એકત્ર થઇ નગરપાલિકા ચીફ ઓફીસર યોગેશભાઈ ગણાત્રા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન, ભાવેશભાઈ રામીને રજુઆત કરવામાં આવી હતી.