ભરૂચ પંથકમાં આવેલ જંબુસર તાલુકાનાં અણખી ગામે ગત 19 મી સપ્ટેબરને વિસર્જનના દિવસે જાતિવાદને લઈને એક ઘટના સામે આવી હતી. વસાવા પરિવારના સભ્યોને ગણેશ વિસર્જનમાં ન આવા દેવા માટે અન્ય સમાજના લોકો દ્વારા ખોટી રીતે માર મારવામાં આવ્યો હતો જેને લઈને પરિવારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર જંબુસરમાં આવેલ અણખી ગામના લોકો દ્વારા ગણેશ વિસર્જનની તૈયારીઓ કરવામાં આવી હતી અને તેમાં દરેક સભ્ય આવે તે સ્વભાવિક વાત છે પરંતુ 15 જેટલા સભ્યો દ્વારા વસાવા પરિવારના માતા, પુત્રી અને પુત્રને ડીજે માં આવા દેવા માટે ના પાડવામાં આવી હતી અને તે બાદ પરિવાર ત્યાંથી ઘરે જવા પરત થયું હતું અને ઘરે પરત ફરતી વખતે દીકરીને તે જ લોકો દ્વારા લાફા મારવામાં આવ્યા હતા અને તેના ઘરે જઇને નુકશાન પહોચાડવામાં આવ્યું હતું જેમાં ઘરની હાલત બેહાલ તેમજ ટુ વ્હીલરને પણ નુકશાન પહોચાડવામાં આવ્યું હતું અને તેઓને અપશબ્દો બોલવામાં આવ્યા હતા અને તે બાદ માતાને વધુ માર માર્યો હોવાને કારણે 108 એમ્બ્યુલન્સ બોલાવામાં આવી હતી અને જે તે લોકો દ્વારા 108 એમ્બ્યુલન્સને ગામમાં પ્રવેશવા દેવામાં આવી ન હતી અને પરિવાર દ્વારા જંબુસર હોસ્પિટલ ખાતે લઈ જતાં તેઓએ ના પડી દીધી હતી અને વડોદરા લઈ જવાનું જણાવ્યુ હતું જે બાદ સારવાર માટે વડોદરા લઈ જતાં ખાસ સારવાર આપવામાં આવી ન હતી.
જે બાદ પરિવાર સારવાર માટે ભરૂચ સિવિલ ખાતે આવ્યો હતો ત્યાં પણ તેઓને સારવાર માટે ના પડી દેવામાં આવી હતી ત્યારે આવા પરિવારો સારવાર માટે જશે ક્યાં એ પ્રશ્ન ઊભો થાય છે.