ભરૂચ જિલ્લા અને જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં જન્માષ્ટમી સંબંધિત હારજીતનો જુગાર રમતા જુગારીયાઓને ઝડપી પાડવામાં આવ્યા છે તેઓ એક ટોળું વાળીને પોલીસ તંત્રનો ભય રાખ્યા વગર જ જુગાર રમી રહ્યા હોય છે ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાંથી પણ આજરોજ જુગારનો કેસ શોધી કાઢવામાં આવ્યો હતો. પોલીસ તંત્ર આજે જુગારના ગેરકાયદેસરના કામોને અટકાવવા માટે સતર્ક છે.
ત્યારે પોલીસ સ્ટાફના માણસો ટાઉન વિસ્તારમા નાઈટ પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન મળેલ બાતમીને આધારે જંબુસર ગણેશ ચોકમા મકાનની અંદર જુગાર રમતા કુલ છ જુગારીયાઓને જુગાર રમતા પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢી ગુનો નોંધી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવી હતી.
તેઓ પાસેથી રોકડા રૂ. 57,820, મોબાઈલ નંગ 4 કિં.20,000 મળી કુલ મુદામાલ રૂ. 77,820 નો જપ્ત કરવામાં આવ્યો હતો.
પકડાયેલ આરોપીઓ :-
(૧) દીનેશભાઈ ઉર્ફે ભૂરીયો ડાહ્યાભાઈ વાઘેલા ઉ.વ.૪૩ રહે.જંબુસર, ગણેશચોક તા.જંબુસર જી.ભરૂચ
(૨) ગોપાળભાઈ રામજીભાઈ વાઘેલા
(૩) મીતેશકુમાર ઉર્ફે મોન્ટુ ઘનશ્યામભાઈ પટેલ
(૪) મનુભાઈ ઉર્ફે રમેશ અંબાલાલ ભાલીયા
(૫) વિનોદભાઈ ચંદુભાઈ પ્રજાપતિ
(૬) કિશનભાઈ મહેશભાઇ વસાવા તમામ રહે, જંબુસર, ભરુચ
વોન્ટેડ આરોપી :
(૧) કીર્તિરાજ ઉર્ફે દરબાર નરેન્દ્રસિંહ ગોહિલ રહે,જંબુસર , શુભાષ મેદાન તા.જંબુસર
(૨) પી.કે. હાલ રહે. વડોદરા નાઓની શોધખોળ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.