આજે જ્યારે દેશ 21 મી સદીમાં આગળ વધી રહ્યા છે મોટા પ્રમાણમા ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કરી રહ્યું છે ત્યારે ગુજરાત જેવા શિક્ષિત રાજયમાં સરકારી કર્મચારીઓ નાના નાના ગામડાઓને આગળ ન આવા દેતા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનાં એક નાનકડા ગામ કારેલીમાં તલાટી કામ માટે પોતાની મનમની કરી અને – ગ્રામ સેવાઓ પૂરી ન પાડતાં ગ્રામજનો સહિત સરપંચમાં આકોશ ફાટી નીકળ્યો હતો. જેથી તાલુકા વિકાસ અધિકારીને અરજી લખી રજૂઆત કરી હતી.
કારેલી ગામના ગ્રામજનોએ જણાવ્યુ હતું કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ડિજિટલ સેવા સેતુ અંતર્ગત આવકના દાખલા, વિધવા સર્ટિ, સિનિયર સીટીઝન, રેશનકાર્ડ કામગીરી વગેરેના સેવાઓનો સરકાર દ્વારા આખા ગુજરાતમાં લાભ આપવામાં આવે છે હાલ બાળકોના અભ્યાસ માટેના એડમિશન પણ ચાલુ થઈ ગયા છે તેવામાં ગામના તલાટિ કમ મંત્રી દ્વારા આ દરેક સેવાઓ મોકૂફ રાખવામા આવી રહી છે જેથી આ તમામ પ્રકારની સેવાઓનો લાભ ગ્રામજનોને મળી રહ્યો નથી.
જે સેવાઓ ફરી શરૂ કરવામાં આવે તે અંગે જંબુસર તાલુકા વિકાસ અધિકારીને તલાટિ દ્વારા કરવામાં આવેલ ગેરવર્તન સામે આવેદનપત્ર લખી અને સર્વત્ર ગ્રામ એકજુથ થઈ અને અરજી પાઠવી હતી જેથી તેઓની માંગને પૂરી કરવામાં આવે અને બનતો યોજનાઓનો યોગ્ય લાભ મળી રહે.