ભરૂચ અને ભરૂચના વિસ્તારો જંબુસર-આમોદ વાગરામાં છેલ્લા કેટલાય સમયથી કેટલીક ખેતીને લગતી સમસ્યાઓ ઉભી થઇ રહી છે. આસપાસના વિસ્તારમાં રહેલ મોટા મોટા કેમિકલયુક્ત ઉધોગોને કારણે ખેતીને સહીત ઉભા પાકને ભારે નુકશાન થઇ રહ્યું છે ત્યારે ચાર તાલુકામાં પાકમાં વિકૃતિ અને ખેતીમાં થયેલ નુક્સાનીને પગલે ધારાસભ્ય સંજય સોલંકી દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરવામાં આવી હતી.
અગાઉ પણ સમગ્ર ભરૂચ પંથકના ખેડૂતો દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને વહેલી થકે થતા પ્રદુષણને અટકાવવા માટે રજુઆત કરવામાં આવી હતી. ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થવા પામ્યો છે અને કપાસ અને તુવેર જેવા પાકોમાં જીવાત થઇ જવાથી આજે ખેડૂતો બેકાર બન્યા છે એક તરફ વરસાદ નહિવત થઇ રહ્યો છે તો બીજી તરફ રાસાયણિક પ્રદુષણનો કહેર વધી રહ્યો છે ત્યારે ખેડૂતોને જીવન જીવવું મુશ્કેલ બંને તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે.
જેથી આજરોજ ગાંધીનગર ખાતે જંબુસર ધારાસભ્ય સંજય સોલંકી સહિત ખેડૂત આગેવાનો દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી અને વહેલી તકે ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર ચૂકવી અને થઇ રહેલ હેરાનગતિ સામે ન્યાય મળે તેવી માંગ ઉઠી છે.