Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ દવારા ટેકાના ભાવે તુવેર ખરીદી કેન્દ્ર ફાળવવા બાબતે મામલતદાર કચેરી બહાર ધરણા કરી આમોદ મામલતદાર ને આવેદન પત્ર પાઠવવા મા આવ્યું છે.

Share

આમોદ તાલુકા મા ચાલુ વષેઁ  આશરે  ૯૦૦૦ હજાર હેકટર જમીન મા તુવેરનુ વાવેતર કરવા મા આવ્યું હતુ અને હાલ તઁયાર થયેલ પાક ખેડુતો ના ઘરમા પડેલ છે . આ અંગે જંબુસર ના ધારાસભ્ય સંજય સોલંકી દવારા કુષિઁ મંત્રી ને પણ વારંવાર રજુઆતો કરેલ  છે તેમ છતા ખરીદી કેન્દ્ર ચાલુ કરવા મા ન આવતા જગત ના તાત ના સમઁથન મા યુવા કોંગ્રેસ દવારા આમોદ મામલતદાર કચેરી બહાર ધરણા કરવા આવ્યા હતા. ધરણા બાદ યુવા કાયઁકરો દવારા મામલતદાર કચેરી અંદર તુવેરો નાખી તાત્કાલિક અશર થી તુવેર કેન્દ્ર ચાલુ કરવા ની માંગ સાથે મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ જેમા તાલુકા ના ખેડૂતો સહિત જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ પ઼મુખ કિતિરાજસિંહ ગોહિલ ઉપ પ઼મુખ ઇરફાન પટેલ અમીત રાણા મુકેશ વસાવા  રોહીત માછી તોશીફ પટેલ સમીર રાણા વિક઼મ રબારી કોંગ્રેસ આગેવાન મેહબુબ કાકુજી નગર પાલિકા પ઼મુખ સાજુભાઇ રાણા મોહશીન શેઠ ઇરફાન રાણા  નિલકંઠસિંહ સિંધા ઇમરાનશેઠ સહીત ખુબ મોટી સંખ્યા મા યુવા કાયઁકરો જોડાયા હતા.
 

Share

Related posts

સુરત પાલિકા દ્વારા સંવેદના દિન સાથે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં આવેલ હાલોલ જીઆઇડીસી ની ફેક્ટરીઓ બંધ પરપ્રાંતિયનાં હિજરતના કારણે ઉદ્યોગો સંકટમાં

ProudOfGujarat

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં વારંવાર કોઇને કોઈ નિષ્કાળજી જોવા મળે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!