ભરૂચ જિલ્લા અને તેની આસપાસના વિસ્તારમાં દારૂ સંબંધી, જુગાર સંબંધી અને ચોરી સંબંધી ગેરકાનૂની કામો ઘણા વધી રહ્યા છે, તેઓને જાણે પોલીસનો કોઈ પ્રકારનો ખોફ જ રહ્યો નથી તે રીતે બેફામ રીતે ગેરકાનૂની કૃત્ય કરી રહ્યા છે ત્યારે ભરૂચ પોલીસ બની રહેલા આવા કિસ્સાઓ સામે હરકતમાં આવી છે.
જંબુસર પોલીસના પોલીસ સ્ટાફ સાથે જંબુસર પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન મળેલ બાતમીને આધારે કાવા ગામ, નવીનગરીના પાછળના ભાગે આવેલ બાવળની ઝાડીઓમાં ખુલ્લામાં જુગાર રમતા કુલ આઠ જુગારીયાઓને જુગાર રમતા પકડી પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેઓ પાસેથી જપ્ત કરેલા રોકડા રૂપીયા- ૧૭,૧૩૦/- તથા મોબાઇલ નંગ-૦૭ કિમત રૂ. ૨૧,૫૦૦/- તથા મો.સા. નંગ-૧ કિં.રૂ.૩૫,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિં.રૂ ૭૩,૬૩૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
પકડાયેલ આરોપીઓ :
(૧) સુલતાન મોહંમદ રહેમાન ખોખર રહે, કાવા ગામ, જંબુસર
(૨) અમરસંગભાઈ ઉદેસંગ પરમાર રહે, કાવા ગામ, જંબુસર
(૩) રવિન્દ્રભાઈ ભીખાભાઈ જાદવ રહે, કાવા ગામ, જંબુસર
(૪) રાજુભાઈ દેવજીભાઈ રાઠોડ રહે, કાવા ગામ, જંબુસર
(૫) સિકંદર નવાઝ હીમ્મત જાદવ રહે, કાવા ગામ, જંબુસર
(૬) સરદારવસિંહ બળદેવભાઈ રાઠોડ રહે, કાવા ગામ, જંબુસર
(૭) લાભસંગ દોલતસંગ રાઠોડ રહે.કરમાડ ગામ, તા.જંબુસર જી.ભરૂચ
(૮) ચિંતનભાઈ નરેન્દ્રભાઈ મહંત રહે.કરમાડ ગામ, તા.જંબુસર જી.ભરૂચની મુદ્દામાલ સાથે કબ્જે કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.