Proud of Gujarat
INDIAFeaturedGujarat

જંબુસર તાલુકાના વેડચ ગામે ગાયે એક વ્યક્તિને શિંગડા મારતા કરૂણ મોત નીપજયું.

Share

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામે કોઈએ વિચારી પણ ન હોય તેવી હોનારત સર્જાઈ હતી. ગામના મુખ્ય રસ્તા પર ચાલતી એક ગાયે ૪૨ વર્ષીય એક વ્યક્તિને તેના શીંગડાથી માર મારતા ઘટના સ્થળે જ તેનું કરુણ મોત થયું હતું.

વેડચ પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના વેડચ ગામે અંબાજી માતાના મંદિર પાસે આવેલ વણકર વાસમાં રહેતા હરેશભાઈ વિઠ્ઠલભાઈ ભગાભાઈ પરમાર નાઓ અને તેમની કાકી ધુરીબેન કાભઇ ભાઈ પરમાર વેડચ ગામના ચમારીયા વગામાં કોઈ અંગત કારણોસર જઇ રહ્યા હતા તે સમય દરમિયાન વેડચ વણકર વાસ નજીકના મુખ્ય રસ્તામાં ચાલતી વખતે અચાનક એક ગાય દોડી આવી અને શીંગડાથી હરેશભાઈ પરમારને શિંગડાથી ભેટિયો મારતા હરેશભાઈને છાતીનાં ભાગમાં તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતાં હરેશભાઈ પરમારનુ‌ ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું હતું. હાલ ગાયને ગામમાં આવેલ મંદિરના કમ્પાઉન્ડમાં પુરવામાં આવી હતી.

આ બનાવ અંગે વેડચ પોલીસ સ્ટેશનમાં જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી અકસ્માત મોતનો ગુનો દાખલ કરેલ છે. હરેશભાઈ પરમારનું કરૂણ મોત થતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : કોરોનાનાં કારણે મેધરાજાનો મેળો અને છડીયાત્રાનાં કાર્યક્રમો રદ, ભકતો મેધરાજાનાં ઓનલાઈન દર્શન કરી શકશે જાણો વધુ.

ProudOfGujarat

માંગરોળ : નાની નરોલી ગામે નવ વર્ષની બાળકી સાથે અડપલા કરનાર આરોપીને કોર્ટે સાત વર્ષની સખત કેદની સજા ફટકારી

ProudOfGujarat

અમદાવાદના વેક્સિન કેન્દ્રો પર સ્ટોક ખાલી, 24 કલાકમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!