કોરોના મહામારી ની બીજી લહેર દરમ્યાન વધતા જતા મૃત્યુ આંકને ઘટાડવા માટે સરકાર દ્વારા પહેલી અને બીજી એમ બે વેક્સીનેશન કરવું ફરજીયાત બન્યું છે. પહેલા 45 કે તેથી વધુ ઉમરના લોકોને વેક્સીનેશન લેવાનું કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ 18થી 45 વયના લોકોને વેક્સીનેશનો લાભ લેવાનું જણાવામાં આવ્યું હતું પરંતુ હજુ 45 થી વધુ ઉમરના લોકો એવા ઘણા છે જેમને વેક્સીન નો લાભ મળ્યો નથી તે માટે આજરોજ દહેજ બાયપાસ ખાતે આવેલ સીટી કેર હોસ્પિટલમાં 45થી વધુ ઉંમરના લોકો કે જેમને હજુ વેક્ષિણ નથી લીધી તેમને ફ્રીમાં વેકશીનેશન મળી રહે તે માટે કેમ્પ યોજાયો હતો
ભરૂચ-જંબુસર બાયપાસ રોડ પર આવેલ સીટી કેર હોસ્પીટલમાં આજરોજ યોજાયેલ વેકસિનેશન કેમ્પમાં 45thi વધુણા ઉંમરના લોકો માટે વેક્સીનેશન પ્રોગ્રામ યોજાયો હતો જેમાં ભરૂચના ઘણા લોકોએ વેક્સીનેશનનો લાભ લીધો હતો અને હોસ્પિટલ સ્ટાફે વેકસીન મૂકી આપીને લોકોને સેવા આપી જતી જેમાં હોસ્પીટલ સ્ટાફ સહિત હોસ્પીટલના ડોકટરો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને જાહેર જનતાએ સફળ બનાવ્યો હતો.
રિધ્ધી પંચાલ, ભરૂચ.